________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬O
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
इति पुण्यपापरूपेण द्विपात्रीभूतमेकपात्रीभूय कर्म निष्क्रान्तम्।
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ पुण्यपापप्ररूपक: तृतीयोऽङ्कः।।
કર્મને [વર્લેન] પોતાના બળ વડ [ મૂતોન્ન્ન ઋત્વા] મૂળથી ઉખેડી નાખીને [જ્ઞાનળ્યોતિ: મરે પ્રોગ્રંમે] જ્ઞાનજ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત પ્રગટ થઈ. કેવી છે તે જ્ઞાનજ્યોતિ? [વતિતતમ:] જે અજ્ઞાનરૂપી અંધકારને કોળિયો કરી ગઈ છે અર્થાત્ જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે, [હેત–ઉન્જિન] જે લીલામાત્રથી (-સહજ પુરુષાર્થથી) ઊઘડતી-વિકસતી જાય છે અને [પરમવનયા સાર્થમ્ ગીરધ્ધતિ] જેણે પરમ કળા અર્થાત્ કેવળજ્ઞાન સાથે ક્રિીડા શરૂ કરી છે એવી તે જ્ઞાનજ્યોતિ છે. (જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ છબસ્થ છે ત્યાં સુધી જ્ઞાનજ્યોતિ કેવળજ્ઞાન સાથે શુદ્ધનયના બળથી પરોક્ષ ક્રીડા કરે છે, કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ થાય છે.)
ભાવાર્થ-પોતાને (જ્ઞાનજ્યોતિને) પ્રતિબંધક કર્મ કે જે શુભ અને અશુભએવા ભેદરૂપ થઈને નાચતું હતું અને જ્ઞાનને ભુલાવી દેતું હતું તેને પોતાની શક્તિથી ઉખેડી નાખી જ્ઞાનજ્યોતિ સંપૂર્ણ સામર્થ્ય સહિત પ્રકાશિત થઈ. આ જ્ઞાન જ્યોતિ અથવા જ્ઞાનકળા કેવળજ્ઞાનરૂપી પરમકળાનો અંશ છે અને કેવળજ્ઞાનના સંપૂર્ણ સ્વરૂપને તે જાણે છે તેમ જ તે તરફ પ્રગતિ કરે છે, તેથી એમ કહ્યું છે કે “જ્ઞાનજ્યોતિએ કેવળજ્ઞાન સાથે ક્રિડા માંડી છે. જ્ઞાનકળા સહજપણે વિકાસ પામતી જાય છે અને છેવટે પરમકળા અર્થાત્ કેવળજ્ઞાન થઈ જાય છે. ૧૧ર.
ટીકા-પુણ-પાપરૂપે બે પાત્રરૂપ થયેલું કર્મ એક પાત્રરૂપ થઈને (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયું.
ભાવાર્થ-કર્મ સામાન્યપણે એક જ છે તો પણ તેણે પુણ-પાપરૂપી બે પાત્રોનો સ્વાંગ ધારણ કરીને રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો. તેને જ્ઞાને યથાર્થપણે એક જાણી લીધું ત્યારે તે એક પાત્રરૂપ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયું, નૃત્ય કરતું અટકી ગયું.
આશ્રય, કારણ, રૂપ, સવાદનું ભેદ વિચારી ગિને દોઊ ત્યારે, પુણ્ય રુ પાપ શુભાશુભભાવનિ બંધ ભયે સુખદુ:ખકરા રે; જ્ઞાન ભયે દોઊ એક લખે બુધ આશ્રય આદિ સમાન વિચારે, બંધક કારણ હૈ દોઉ રૂપ, ઈન્ડે તજિ જિનમુનિ મોક્ષ પધારે.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યવિવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં પુણ્યપાપનો પ્રરૂપક ત્રીજા અંક સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com