________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનનશાસ્ત્રમાળા]
પુણ્ય-પાપ અધિકાર
૨૫૭
(શાર્દૂનવિ હિત) संन्यस्तव्यमिदं समस्तमपि तत्कर्मैव मोक्षार्थिना संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा। सम्यक्त्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भवन् । नैष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति।। १०९ ।।
(શાર્દૂતવિક્રીડિત) यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित्क्षतिः। किन्त्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बन्धाय तन्मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः।। ११० ।।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે –
શ્લોકાર્થ:- [ મોક્ષાર્થના પુર્વ સમસ્તમ્ પિ તત્ ર્મ વ સંન્યસ્તવ્યમ્ ] મોક્ષાર્થીએ આ સઘળુંય કર્મમાત્ર ત્યાગવા યોગ્ય છે. [સંન્યસ્તે સતિ તત્ર પુષ્યસ્ય પાપચ્ચે વી વિરુન વા વથા] જ્યાં સમસ્ત કર્મ છોડવામાં આવે છે ત્યાં પછી પુણ્ય કે પાપની શી વાત? (કર્મમાત્ર ત્યાજ્ય છે ત્યાં પુણ્ય સારું અને પાપ ખરાબ-એવી વાતને ક્યાં અવકાશ છે? કર્મસામાન્યમાં બન્ને આવી ગયાં.) [ સચવત્તાવિનિનસ્વમવમવના મોક્ષચ હેતુ: ભવન] સમસ્ત કર્મનો ત્યાગ થતા, સમ્યકત્વાદિ જે પોતાનો સ્વભાવ તે-રૂપે થવાથી-પરિણમવાથી મોક્ષના કારણભૂત થતું, [ નૈર્રપ્રતિબદ્ધમ ઉદ્ધતરસં] નિષ્કર્મ અવસ્થા સાથે જેનો ઉદ્ધત (–ઉત્કટ) રસ પ્રતિબદ્ધ અર્થાત્ સંકળાયેલો છે એવું [ જ્ઞાન] જ્ઞાન [સ્વયં ] આપોઆપ [ વાવતિ] દોડયું આવે છે.
ભાવાર્થ-કર્મને દૂર કરીને, પોતાના સમ્યકત્વાદિસ્વભાવરૂપે પરિણમવાથી મોક્ષના કારણરૂપ થતું જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે, ત્યાં પછી તેને કોણ રોકી શકે? ૧/૯
હવે આશંકા ઊપજે છે કે-અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી જ્ઞાન મોક્ષનું કારણ કેમ થઈ શકે ? વળી કર્મ અને જ્ઞાન બન્ને (કર્મના નિમિત્તે થતી શુભાશુભ પરિણતિ અને જ્ઞાનપરિણતિ બન્ને-) સાથે કેમ રહી શકે તે આશંકાના સમાધાનનું કાવ્ય કહે છે
શ્લોકાર્થ- [ યાવત] જ્યાં સુધી [ જ્ઞાન વિરતિઃ] જ્ઞાનની કર્મવિરતિ [ સા સચિવ પામ્ ન પૈતિ] બરાબર પરિપૂર્ણતા પામતી નથી [તાવત્] ત્યાં સુધી [ર્મજ્ઞાનસમુન્વય: પિ વિહિત., ન વારિત્ ક્ષતિ:] કર્મ અને જ્ઞાનનું એકઠાપણું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com