________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
सम्यक्त्वस्य मोक्षहेतोः स्वभावस्य प्रतिबन्धकं किल मिथ्यात्वं, तत्तु स्वयं कमैव, तदुदयादेव ज्ञानस्य मिथ्यादृष्टित्वम्। ज्ञानस्य मोक्षहेतोः स्वभावस्य प्रतिबन्धकं किलाज्ञानं, तत्तु स्वयं कर्मैव, तदुदयादेव ज्ञानस्याज्ञानित्वम्। चारित्रस्य मोक्षहेतोः स्वभावस्य प्रतिबन्धक: किल कषायः, स तु स्वयं कर्मैव, तदुदयादेव ज्ञानस्याचारित्रत्वम्। अतः स्वयं मोक्षहेतुतिरोधायिभावत्वात्कर्म प्रतिषिद्धम्।
[જ્ઞાનસ્ય પ્રતિનિવર્લ્ડ] જ્ઞાનને રોકાનારું [અજ્ઞાન] અજ્ઞાન છે એમ [નિવરે.] જિનવરોએ [પરિથિત{] કહ્યું છે; [તચ ૩ ] તેના ઉદયથી [ નીવ:] જીવ [ અજ્ઞાન] અજ્ઞાની [ ભવતિ] થાય છે [ જ્ઞાતવ્ય:] એમ જાણવું. [ ચારિત્રપ્રતિનિવ:] ચારિત્રને રોકાનાર [ વષય:] કષાય છે એમ [ નિનવરે.] જિનવરોએ [પરિથિત:] કહ્યું છે; [ તસ્ય ઉદ્યેન] તેના ઉદયથી [ નીવડ] જીવ [ ગવારિત્ર:] અચારિત્રી [ ભવતિ ] થાય છે [ જ્ઞાતવ્ય: ] એમ જાણવું.
ટીકાઃ-સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું મિથ્યાત્વ છે; તે (મિથ્યાત્વ) તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને મિથ્યાષ્ટિપણુંથાય છે. જ્ઞાન કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનારું અજ્ઞાન છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અજ્ઞાનીપણું થાય છે. ચારિત્ર કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે તેને રોકનાર કષાય છે; તે તો પોતે કર્મ જ છે, તેના ઉદયથી જ જ્ઞાનને અચારિત્રીપણું થાય છે. માટે, (કર્મ) પોતે મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.
ભાવાર્થ-સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષના કારણરૂપ ભાવો છે તેમનાથી વિપરીત મિથ્યાત્વાદિ ભાવો છે; કર્મ તે મિથ્યાત્વાદિ ભાવો-સ્વરૂપ છે. આ રીતે કર્મ મોક્ષના કારણભૂત ભાવોથી વિપરીત ભાવો-સ્વરૂપ છે.
પહેલાં ત્રણ ગાથાઓમાં કહ્યું હતું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનુંસમ્યકત્વાદિનું-ઘાતક છે. પછીની એક ગાથામાં એમ કહ્યું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. આ છેલ્લી ત્રણ ગાથાઓમાં કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરોધી ભાવોસ્વરૂપ છે-મિથ્યાત્વાદિસ્વરૂપ છે. આ પ્રમાણે એમ બતાવ્યું કે કર્મ મોક્ષના કારણનું ઘાતક છે, બંધસ્વરૂપ છે અને બંધના કારણસ્વરૂપ છે, માટે નિષિદ્ધ છે.
અશુભ કર્મ તો મોક્ષનું કારણ છે જ નહિ, બાધક જ છે, તેથી નિષિદ્ધ જ છે; પરંતુ શુભ કર્મ પણ કર્મસામાન્યમાં આવી જતું હોવાથી તે પણ બાધક જ છે તેથી નિષિદ્ધ જ છે એમ જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com