SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ कर्मणोः बन्धहेतुत्वाद्वालव्यपदेशेन प्रतिषिद्धत्वे सति तस्यैव मोक्षहेतुत्वात्। अथ ज्ञानाज्ञाने मोक्षबन्धहेतू नियमयतिवदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता। परमट्ठबाहिरा जे णिव्वाणं ते ण विदंति।।१५३ ।। व्रतनियमात् धारयन्तः शीलानि तथा तपश्च कुर्वन्तः। परमार्थबाह्या ये निर्वाणं ते न विन्दन्ति।। १५३ ।। ज्ञानमेव मोक्षहेतुः, तदभावे स्वयमज्ञानभूतानामज्ञानिनामन्तव्रतनियमशीलतपःप्रभृतिशुभकर्मसद्भावेऽपि मोक्षाभावात्। अज्ञानमेव बन्धहेतुः, तदभावे स्वयं ज्ञानभूतानां ज्ञानिनां बहिर्ऋतनियमशीलतपःप्रभृतिशुभकर्मासद्भावेऽपि मोक्षसद्भावात्। કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો બંધનાં કારણ હોવાને લીધે તે કર્મોને “બાળ” એવી સંજ્ઞા આપીને નિષેધ્યાં હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ કરે છે. ભાવાર્થ-જ્ઞાન વિના કરાયેલા તપ તથા વ્રતને સર્વજ્ઞદવે બાળપ તથા બાળવ્રત (અર્થાત્ અજ્ઞાનતપ તથા અજ્ઞાનવ્રત) કહ્યાં છે, માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે. જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે છે: વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે. ૧૫૩. ગાથાર્થઃ- [વ્રતનિયમાન] વ્રત અને નિયમો [ ધારયન્ત:] ધારણ કરતા હોવા છતાં [તથા] તેમ જ [શીતા િવ તા:] શીલ અને તપ [ર્વન્ત:] કરતા હોવા છતાં [] જેઓ [૫રમાર્થવાહ્ય:] પરમાર્થથી બાહ્ય છે (અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી) [ તે] તેઓ [નિર્વાણ] નિર્વાણને દૂર વિન્દન્તિ] પામતા નથી. ટીકાઃ-જ્ઞાન જ મોક્ષનો હેતુ છે; કારણ કે તેના (-જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદભાવ (યાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે. અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં, પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અભાવ હોવા છતાં મોક્ષનો સદભાવ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy