________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
સમયસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
तु प्रत्येकं केवलजीवपुद्गलमयत्वादनेकौ , केवलपुद्गलमयबन्धमार्गाश्रितत्वेनाश्रयाभेदादेकं कर्म।
तदनेकत्वे
सत्यपि
જુદાં, બે) છે; તેઓ અનેક હોવા છતાં કર્મ તો કેવળ પુગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે.
ભાવાર્થ-કોઈ કર્મ તો અરહંતાદિમાં ભક્તિ-અનુરાગ, જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ, મંદ કષાયથી ચિત્તની ઉજ્વળતા ઇત્યાદિ શુભ પરિણામોના નિમિત્તે થાય છે અને કોઈ કર્મ તીવ્ર ક્રોધાદિક અશુભ લેશ્યા, નિર્દયપણું, વિષયાસક્તિ, દેવ-ગુરુ આદિ પુજ્ય પુરુષો પ્રત્યે વિનયભાવે ન પ્રવર્તવું ઇત્યાદિ અશુભ પરિણામોના નિમિત્તથી થાય છે; આમ હેતુનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. શાતાવેદનીય, શુભ-આયુ, શુભનામ અને શુભગોત્ર-એ કર્મોના પરિણામ (-પ્રકૃતિ વગેરે) માં તથા ચાર ઘાતિકર્મો, અશાતાવેદનીય, અશુભ-આયુ, અશુભનામ, અશુભગોત્ર-એ કર્મોના પરિણામ (-પ્રકૃતિ વગેરેમાં) માં ભેદ છે; –આમ સ્વભાવનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. કોઈ કર્મના ફળનો અનુભવ સુખરૂપ છે અને કોઈ કર્મના ફળનો અનુભવ દુઃખરૂપ છે; આમ અનુભવનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. કોઈ કર્મ મોક્ષમાર્ગનેઆશ્રિત છે (અર્થાત્ મોક્ષમાર્ગમાં બંધાય છે) અને કોઈ કર્મ બંધમાર્ગના આશ્રયે છે; આમ આશ્રયનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે. આ પ્રમાણે હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય-એ ચાર પ્રકારે કર્મમાં ભેદ હોવાથી કોઈ કર્મ શુભ છે અને કોઈ અશુભ છે એમ કેટલાકનો પક્ષ છે.
હવે એ ભેદપક્ષનો નિષેધ કરવામાં આવે છે:-જીવના શુભ અને અશુભ પરિણામ બન્ને અજ્ઞાનમય છે તેથી કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે; માટે કર્મ એક જ છે. શુભ અને અશુભ પુદ્ગલપરિણામો બન્ને પુદ્ગલમય જ છે તેથી કર્મનો સ્વભાવ એક પુદ્ગલપરિણામરૂપ જ છે; માટે કર્મ એક જ છે. સુખરૂપ અને દુઃખરૂપ અનુભવ બને પુદ્ગલમય જ છે તેથી કર્મનો અનુભવ એક પુદ્ગલમય જ છે; માટે કર્મ એક જ છે. મોક્ષમાર્ગ અને બંધમાર્ગમાં, મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે અને બંધમાર્ગ કેવળ પુદગલના પરિણામમય જ છે તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ જ છે (અર્થાત્ કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ થાય છે-મોક્ષમાર્ગમાં થતા નથી); માટે કર્મ એક જ છે.
આ પ્રમાણે કર્મના શુભાશુભ ભેદના પક્ષને ગૌણ કરી તેનો નિષેધ કર્યો; કારણ કે અહીં અભેદપક્ષ પ્રધાન છે, અને અભેદપક્ષથી જોવામાં આવેતો કર્મ એક જ છે-બે નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com