________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પુણ્ય-પાપ અધિકાર
૨૩૭
कर्म अशुभं कुशीलं शुभकर्म चापि जानीथ सुशीलम। कथं तद्भवति सुशीलं यत्संसारं प्रवेशयति।।१४५ ।।
शुभाशुभजीवपरिणामनिमित्तत्वे सति कारणभेदात्, शुभाशुभपुद्गलपरिणाममयत्वे सति स्वभावभेदात्, शुभाशुभफलपाकत्वे सत्यनुभवभेदात्, शुभाशुभमोक्षबन्धमार्गाश्रितत्वे सत्याश्रयभेदात् चैकमपि कर्म किञ्चिच्छुभं किञ्चिदशुभमिति केषाञ्चित्किल पक्षः। स तु सप्रतिपक्षः। तथाहि-शुभोऽशुभो वा जीवपरिणाम: केवलाज्ञानमयत्वादेकः, तदेकत्वे सति कारणाभेदात् एकं कर्म। शुभोऽशुभो वा पुद्गलपरिणामः केवलपुद्गलमयत्वादेकः, तदेकत्वे सति स्वभावाभेदादेकं कर्म। शुभोऽशुभो वा फलपाक: केवलपुद्गलमयत्वादेकः, तदेकत्वे सत्यनुभवाभेदादेकं कर्म। शुभाशुभौ मोक्षबन्धमार्गों
ગાથાર્થઃ- [શુમં વર્ષ] અશુભ કર્મ [ શીતં] કુશીલ છે (-ખરાબ છે ) [ પ ] અને [મવર્મ] શુભ કર્મ [ સુશીનમ] સુશીલ છે (-સારું છે) એમ [નાનીથ] તમે જાણો છો ! [1] તે [સુશીનં] સુશીલ [ 5થે] કેમ [ મવતિ] હોય [યત્] કે જે [સંસાર] (જીવન) સંસારમાં [પ્રવેશયતિ] પ્રવેશ કરાવે છે?
ટીકાઃ-કોઈ કર્મને શુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી અને કોઈ કર્મને અશુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી કર્મના કારણમાં ભેદ–તફાવત છે (અર્થાત્ કારણ જુદાં જુદાં છે); કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય અને કોઈ કર્મ અશુભ પુદ્ગલપરિણામમય હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ છે; કોઈ કર્મનો શુભ ફળરૂપે અને કોઈ કર્મનો અશુભફળરૂપે વિપાક થતો હોવાથી કર્મના અનુભવમાં (–સ્વાદમાં) ભેદ છે; કોઈ કર્મ શુભ (સારા) એવા મોક્ષમાર્ગને આશ્રિત હોવાથી અને કોઈ કર્મ અશુભ (ખરાબ) એવા બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના આશ્રમમાં ભેદ છે. માટે જોકે (પરમાર્થ) કર્મ એક જ છે તોપણ-કેટલાકને એવો પક્ષ છે કે કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે. પરંતુ તે (પક્ષ) પ્રતિપક્ષ સહિત છે. તે પ્રતિપક્ષ (અર્થાત વ્યવહારપક્ષનો નિષેધ કરનાર નિશ્ચયપક્ષ) આ પ્રમાણે છે:
શુભ કે અશુભ જીવપરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના કારણમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ પુદગલપરિણામ કેવળ પુદગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ કે અશુભ ફળરૂપે થતો વિપાક કેવળ પુદગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના અનુભવમાં (-સ્વાદમાં ) ભેદ નથી; માટે કર્મ એક જ છે. શુભ (સારો) એવો મોક્ષમાર્ગ તો કેવળ જીવમય હોવાથી અને અશુભ (ખરાબ) એવો બંધમાર્ગ તો કેવળપુદગલમય હોવાથી તેઓ અનેક (-જુદાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com