________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(મન્વીબ્રાન્તા) एको दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमानादन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव। द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शुद्रिकायाः
शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण ।। १०१ ।। कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं। कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि।।१४५ ।।
ભાવાર્થ-અજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું તેને જ્ઞાને એક પ્રકારનું બતાવ્યું. જ્ઞાનમાં મોહરૂપી રજ લાગી રહી હતી તે દૂર કરવામાં આવી ત્યારે યથાર્થ જ્ઞાન થયું; જેમ ચંદ્રને વાદળાં તથા ધુમ્મસનું પટલ આડું આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી પરંતુ આવરણ દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ જાણવું. ૧OO.
હવે પુણ્ય-પાપના સ્વરૂપના દષ્ટાંતરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- (શૂદ્રાણીના એકીસાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં ઊછર્યો અને બીજો શૂદ્રના ઘેર જ રહ્યો.) [ 5:] એક તો [ બ્રાહ્મણ–મિમાનીત] “હું બ્રાહ્મણ છું” એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે [કવિરાં] મદિરાને [ટૂરાન્] દૂરથી જ [ ત્યગતિ] છોડે છે અર્થાત્ સ્પર્શતો પણ નથી; [ કન્ય:] બીજો [ અદમ્ સ્વયમ્ શૂદ્રઃ
તિ] “હું પોતે શૂદ્ર છું” એમ માનીને [તથા વ] મદિરાથી જ [ નિત્ય] નિત્ય [જ્ઞાતિ] સ્નાન કરે છે અર્થાત તેને પવિત્ર ગણે છે [તૌ તૌ ]િ આ બન્ને પુત્રો [શુદ્રિાય: ૩૨ પુરીપત્ નિતી] શૂદ્રાણીના ઉદયથી એકીસાથે જન્મ્યા છે તેથી [સાક્ષાત્ શૂદ્રૌ] (પરમાર્થ ) બને સાક્ષાત્ શૂદ્ર છે, [ ગ ર ] તોપણ [ જ્ઞાતિમે– ભ્રમે ] જાતિભેદના ભ્રમ સહિત [ વરત: ] તેઓ પ્રવર્તે છે-આચરણ કરે છે. (આ પ્રમાણે પુણ્ય-પાપનું પણ જાણવું.)
ભાવાર્થ-પુણ-પાપ અને વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બન્ને બંધરૂપ જ છે. વ્યવહારદષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબ-એમ બે પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થદષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે. ૧૦૧.
હવે શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન ગાથામાં કરે છે:
છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને ! તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે? ૧૪૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com