________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩ર
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(ફવત્રી) ज्ञप्तिः करोतौ न हि भासतेऽन्तः ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः। ज्ञप्तिः करोतिश्च ततो विभिन्ने ज्ञाता न कर्तेति ततः स्थितं च।। ९७ ।।
[1] અને [૫: વેત્તિ 1: તુ છેવન વેત્તિ] જે જાણે છે તે કેવળ જાણે જ છે; [N: વરાતિ સ: સ્વવિદ્ ન હિ વેરિ] જે કરે છે તે કદી જાણતો નથી [1] અને [ 4: વેત્તિ સ: વવવત્ ન કરોતિ] જે જાણે છે તે કદી કરતો નથી.
ભાવાર્થ-કર્તા છે તે જ્ઞાતા નથી અને જ્ઞાતા છે તે કર્તા નથી. ૯૬.
એવી જ રીતે કરવારૂપ ક્રિયા અને જાણવારૂપ ક્રિયા અને ભિન્ન છે એમ હવે કહે છે:
શ્લોકાર્થ:- [ રોતો અન્ત: જ્ઞત્તિ: ન હિ ભાસતે] કરવારૂપ ક્રિયાની અંદરમાં જાણવારૂપ ક્રિયા ભાસતી નથી [] અને [ જ્ઞની અન્ત: રોતિ: માસ] જાણવારૂપ ક્રિયાની અંદરમાં કરવારૂપ ક્રિયા ભાસતી નથી; [ તત: જ્ઞ: રોતિ: ૨ વિમિને] માટે જ્ઞતિક્રિયા અને “કરોતિ” ક્રિયા અને ભિન્ન છે; [૨ તત: તિ રિથi] અને તેથી એમ ઠર્યું કે [ જ્ઞાતા છર્તા ન] જે જ્ઞાતા છે તે કર્તા નથી.
ભાવાર્થ:-“હું પરદ્રવ્યને કરું છું' એમ જ્યારે આત્મા પરિણમે છે ત્યારે તો કર્તાભાવરૂપ પરિણમનક્રિયા કરતો હોવાથી અર્થાત્ કરોતિ” ક્રિયા કરતો હોવાથી કર્તા જ છે અને જ્યારે હું પરદ્રવ્યને જાણું છું” એમ પરિણમે છે ત્યારે જ્ઞાતાભાવે પરિણમતો હોવાથી અર્થાત્ જ્ઞતિક્રિયા કરતો હોવાથી જ્ઞાતા જ છે.
અહીં કોઈ પૂછે છે કે અવિરત-સમ્યગ્દષ્ટિ આદિને જ્યાં સુધી ચારિત્રમોહનો ઉદય છે ત્યાં સુધી તે કપાયરૂપે પરિણમે છે તો તેને કર્તા કહેવાય કે નહિ? તેનું સમાધાનઃઅવિરત-સમ્યગ્દષ્ટિ વગેરેને શ્રદ્ધા-જ્ઞાનમાં પરદ્રવ્યના સ્વામીપણારૂપ કર્તાપણાનો અભિપ્રાય નથી; કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે; તેનો તે જ્ઞાતા છે; તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી. નિમિત્તની બળજરીથી થતા પરિણમનનું ફળ કિંચિત્ હોય છે તે સંસારનું કારણ નથી. જેમ વૃક્ષની જડ કાપ્યા પછી તે વૃક્ષ કિંચિત કાળ રહે અથવા ન રહે-ક્ષણે ક્ષણે તેનો નાશ જ થતો જાય છે, તેમ અહીં સમજવું. ૯૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com