________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
यः किल जीवे बद्धं कर्मेति यश्च जीवेऽबद्धं कर्मेति विकल्पः स द्वितयोऽपि हि નયપક્ષ:। य एवैनमतिक्रामति स एव सकलविकल्पातिक्रान्तः स्वयं निर्विकल्पैकविज्ञानघनस्वभावो भुत्वा साक्षात्समयसारः सम्भवति। तत्र यस्तावज्जीवे बद्धं कर्मेति विकल्पयति स जीवेऽबद्धं कर्मेति एकं पक्षमतिक्रामन्नपि न विकल्पमतिक्रामतिः यस्तु जीवेऽबद्धं कर्मेति विकल्पयति सोऽपि जीवे बद्धं कर्मेत्येकं पक्षमतिक्रामन्नपि न विकल्पमतिक्रामति; य: पुनर्जीवे बद्धमबद्धं च कर्मेति विकल्पयति स तु तं द्वितयमपि पक्षमनतिक्रामन् न विकल्पमतिक्रामति । ततो य एव समस्तनयपक्षमतिक्रामति स एव समस्तं विकल्पमतिक्रामति । य एव समस्तं विकल्पमतिक्रामति स एव समयसारं विन्दति ।
यद्येवं तर्हि को हि नाम नयपक्षसन्नयासभावनां न नाटयति ?
ટીકા:- જીવમાં કર્મ બદ્ધ છે' એવો જે વિકલ્પ તથા ‘જીવમાં કર્મ અબદ્ધ છે એવો જે વિકલ્પ તે બન્ને નયપક્ષ છે. જે તે નયપક્ષને અતિક્રમે છે (–ઓળંગી જાય છે, છોડે છે), તે જ સકળ વિકલ્પને અતિક્રમ્યો થકો પોતે નિર્વિકલ્પ, એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને સાક્ષાત્ સમયસાર થાય છે. ત્યાં (વિશેષ સમજાવવામાં આવે છે કે) –જે ‘ જીવમાં કર્મ બદ્ધ છે’ એમ વિકલ્પ કરે છે તે ‘ જીવમાં કર્મ અબદ્ધ છે’ એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી, અને જે ‘જીવમાં કર્મ અબદ્ધ છે' એમ વિકલ્પ કરે છે તે પણ ‘જીવમાં કર્મ બદ્ધ છે' એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિમતો નથી; વળી જે ‘જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે' એમ વિકલ્પ કરે છે તે, તે બન્ને પક્ષને નહિ અતિક્રમતો થકો, વિકલ્પને અતિક્રમતો નથી. તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે; જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે –અનુભવે છે.
૨૧૬
સમયસાર
ભાવાર્થ::-જીવ કર્મથી ‘ બંધાયો છે' તથા ‘નથી બંધાયો ’–એ બન્ને નયપક્ષ છે. તેમાંથી કોઈએ બંધપક્ષ પકડયો, તેણે વિકલ્પ જ ગ્રહણ કર્યો; કોઈએ અબંધ પક્ષ પકડયો, તેણે પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો; અને કોઈએ બન્ને પક્ષ પકડયા, તેણે પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું. પરંતુ એવા વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે તેજ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે-રૂપ સમયસારને-શુદ્ધાત્માને-પામે છે. નયપક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નયપક્ષને છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે.
હવે, ‘જો આમ છે તો નયપક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com