________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તા-કર્મ અધિકાર
૨૧૫
जीवे कर्म बद्धं स्पृष्टं चेति व्यवहारनयभणितम्। शुद्धनयस्य तु जीवे अबद्धस्पृष्टं भवति कर्म।। १४१ ।।
जीवपुद्गलकर्मणोरेकबन्धपर्यायत्वेन तदात्वे व्यतिरेकाभावाज्जीवे बद्धस्पृष्टं कर्मेति व्यवहारनयपक्षः। जीवपुद्गकर्मणोरनेकद्रव्यत्वेनात्यन्तव्यतिरे-काज्जीवेऽबद्धस्पृष्टं कर्मेति निश्चयनयपक्षः।
ततः किम्
कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं। पक्खादिक्कतो पुण भण्णदि जो सो समयसारो।।१४२ ।।
कर्म बद्धमबद्धं जीवे एवं तु जानीहि नयपक्षम्। पक्षातिक्रान्तः पुनर्भण्यते यः स समयसारः ।। १४२ ।।
ગાથાર્થઃ- [ નીવે] જીવમાં [*] કર્મ [ વર્લ્ડ ] (તેના પ્રદેશો સાથે) બંધાયેલું છે [૨] તથા [સ્કૃ] સ્પર્શાયેલું છે [ તિ] એવું [ વ્યવહારનયણિતમ્] વ્યવહારનયનું કથન છે [7] અને [ નીવે] જીવમાં [*] કર્મ [ ગવદ્ધસ્કૃ] અણબંધાયેલું, અણસ્પર્શાવેલ [ ભવતિ ] છે એવું [શુદ્ધજયજી ] શુદ્ધનયનું કથન છે.
ટીકા-જીવના અને પુદ્ગલકર્મના એકબંધ પર્યાયપણાથી જોતાં તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્ધસ્પષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. જીવના અને પુદ્ગલકર્મના અનેકદ્રવ્યપણાથી જોતાં તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધસ્પષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે.
પણ તેથી શું? જે આત્મા તે બને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે, એમ હવે ગાથામાં કહે છે:
છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે; પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે “સમયનો સાર” છે. ૧૪૨.
ગાથાર્થ:- [ નીવે] જીવમાં [ ] કર્મ [વદ્ધન્] બદ્ધ છે અથવા [ ગવદ્ભ] અબદ્ધ છે- [વં તુ] એ પ્રકારે તો [ પક્ષમ્ ] નયપક્ષ [નાનાદિ] જાણ; [પુન:] પણ [:] જે [પક્ષાતિન્ત:] પક્ષાતિક્રાંત (અર્થાત્ પક્ષને ઓળંગી ગયેલો ) [ મળ્યતે | કહેવાય છે [સ:] તે [સમયસર:] સમયસાર (અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ) છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com