________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
સમયસાર
एकस्य तु परिणामो जायते जीवस्य रागादिभिः । तत्कर्मोदयहेतुभिर्विना जीवस्य परिणामः ।। १४० ।।
[ભગવાનશ્રીકુંદકુંદ
यदि जीवस्य तन्निमित्तभूतविपच्यमानपुद्गलकर्मणा सहैव ज्ञानपरिणामो भवतीति वितर्कः, तदा जीवपुद्गलकर्मणोः सहभूतसुधाहरिद्रयोरिव द्वयोरपि रागद्यज्ञानपरिणामापत्तिः । अथ चैकस्यैव जीवस्य भवति रागाद्यज्ञानपरिणामः, ततः पुद्गलकर्मविपाकाद्धेतोः पृथग्भूतो एव जीवस्य परिणामः । किमात्मनि बद्धस्पृष्टं किमबद्धस्पृष्टं कर्मेति नयविभागेनाह
रागाद्य
जीवे कम्मं बद्धं पुढं चेदि ववहारणयभणिदं । सुद्धणयस्स दु जीवे अबद्धपुट्ठे हवदि कम्मं ।। १४१ ।।
च
ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે [vi] તો એ રીતે [નીવ: ર્મ ] જીવ અને કર્મ [દ્દે અપિ] બન્ને [રાવિત્વમ્ આપને] રાગાદિપણાને પામે. [તુ] પરંતુ [ વિમિ: પરિણામ: ] રાગાદિભાવે પરિણામ તો [નીવચ સ્ત્ય] જીવને એકને જ [ ખાયતે] થાય છે [[] તેથી [ ર્કોવયહેતુમિ: વિના] કર્મોદયરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત્ જીદું જ [ નીવચ ] જીવનું [ પરિબળમ: ] પરિણામ છે.
ટીકા:-જો જીવને, રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્દગલકર્મ તેની સાથે જ ( અર્થાત્ બન્ને ભેગાં મળીને જ ), રાગાદિઅજ્ઞાનપરિણામ થાય છે-એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં ફટકડી અને હળદર બન્નેને લાલ રંગરૂપ પરિણામ થાય છે તેમ, જીવ અને પુદ્દગલકર્મ બન્નેને રાગાદિ-અજ્ઞાનપરિણામ આવી પડે. પરંતુ જીવને એકને જ રાગાદિ-અજ્ઞાનપરિણામ તો થાય છે; તેથી પુદ્દગલકર્મનો ઉદય કે જે જીવના રાગાદિ-અજ્ઞાનપરિણામનું નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.
ભાવાર્થ:-જો જીવ અને પુદ્દગલકર્મ ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો બન્નેને રાગાદિરૂપ પરિણામ ઠરે. પરંતુ પુદ્દગલકર્મ તો રાગાદિરૂપે ( જીવરાગાદિરૂપે ) કદી પરિણમી શકતું નથી; તેથી પુદ્દગલકર્મનો ઉદય કે જે રાગાદિપરિણામને નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.
‘ આત્મામાં કર્મ બદ્ધસ્પષ્ટ છે કે અબĀસ્પષ્ટ છે’–તે હવે નયવિભાગથી કહે છે:
છે કર્મ જીવમાં બદ્ધસ્પષ્ટ-કથિત નય વ્યવહારનું;
પણ બદ્ધસ્પષ્ટ ન કર્મ જીવમાં-કથન છે નય શુદ્ધનું. ૧૪૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com