________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તા-કર્મ અધિકાર
૨૧૧
तत्खलु जीवनिबद्ध कार्मणवर्गणागतं यदा।
तदा तु भवति हेतु वः परिणामभावानाम्।। १३६ ।।
अतत्त्वोपलब्धिरूपेण ज्ञाने स्वदमानो અજ્ઞાનોયડા मिथ्यात्वासंयमकषाययोगोदयाः कर्महेतवस्तन्मयाश्चत्वारो भावाः। तत्त्वाश्रद्धानरूपेण ज्ञाने स्वदमानो मिथ्यात्वोदयः, अविरमणरूपेण ज्ञाने स्वदमानोऽसंयमोदयः, कलुषोपयोगरूपेण ज्ञाने स्वदमानः कषायोदयः, शुभाशुभप्रवृत्तिनिवृत्तिव्यापाररूपेण ज्ञाने स्वदमानो योगोदयः। अथैतेषु पौद्गलिकेषु मिथ्यात्वाद्युदयेषु हेतुभूतेषु यत्पुद्गलद्रव्यं कर्मवर्गणागतं ज्ञानावरणादिभावैरष्टधा स्वयमेव परिणमते तत्खलु कर्मवर्गणागतं जीवनिबद्धं यदा स्यात्तदा जीव: स्वयमेवाज्ञानात्परात्मनोरेकत्वाध्यासेनाज्ञानमयानां तत्त्वाश्रद्धानादीनां स्वस्य परिणामभावानां हेतुर्भवति।
જીવમાં બંધાય છે [તવા તુ] ત્યારે [નીવડ] જીવ [પરિણામમાવાના] (પોતાના અજ્ઞાનમય) પરિણામભાવોનો [હેતુ: ] હેતુ [ ભવતિ ] થાય છે.
ટીકા-તત્ત્વના અજ્ઞાનરૂપે (અર્થાત્ વસ્તુસ્વરૂપની અન્યથા ઉપલબ્ધિરૂપે) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો (-સ્વાદમાં આવતો) અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો-કે જેઓ (નવા) કર્મના હેતુઓ છે તેઓ-તે-મય અર્થાત્ અજ્ઞાનમય ચાર ભાવો છે. તત્ત્વના અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે; અવિરમણરૂપે (અત્યાગભાવરૂપે) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય છે; કલુષ (મલિન) ઉપયોગરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કષાયનો ઉદય છે; શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય છે. આ પૌદ્ગલિક મિથ્યાત્વાદિના ઉદયો હેતુભૂત થતાં જે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિભાવે આઠ પ્રકારે સ્વયમેવ પરિણમે છે, તે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય ત્યારે જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે તત્ત્વ-અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો હેતુ થાય છે.
ભાવાર્થ:-અજ્ઞાનભાવના ભેદરૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયો તે પુદ્ગલના પરિણામ છે અને તેમનો સ્વાદ અતત્ત્વશ્રદ્ધાનાદિરૂપે જ્ઞાનમાં આવે છે. તે ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્મણવર્મણારૂપ નવાં પુગલો સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે અને જીવ સાથે બંધાય છે; અને તે સમયે જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવરૂપે પરિણમે છે અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે.
મિથ્યાત્વાદિનો ઉદય થવો, નવાં પુદ્ગલોનું કર્મરૂપે પરિણમવું તથા બંધાવું,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com