________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
કર્તા-કર્મ અધિકાર
૨૦૯
(અનુષ્ટ્રમ) अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकाम्।
द्रव्यकर्मनिमित्तानां भावानामेति हेतुताम्।। ६८ ।। अण्णाणस्स स उदओ जा जीवाणं अतचउवलद्धी। मिच्छत्तस्स दु उदओ जीवस्स असद्दहाणत्तं ।। १३२ ।। उदओ असंजमस्स दु जं जीवाणं हवेइ अविरमणं। जो दु कलुसोवओगो जीवाणं सो कसाउदओ।। १३३ ।। तं जाण जोगउदयं जो जीवाणं तु चिट्ठउच्छाहो। सोहणमसोहणं वा कायव्वो विरदिभावो वा।। १३४ ।। एदेसु हेदुभूदेसु कम्मइयवग्गणागदं जं तु। परिणमदे अट्ठविहं णाणावरणादिभावेहिं।। १३५ ।।
હવે આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ શ્લોક કહે છે:
શ્લોકાર્થ- [ અજ્ઞાની ] અજ્ઞાની [વજ્ઞાનમયમાવાનામ્ ભૂમિન્] (પોતાના ) અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં [વ્યાણ] વ્યાપીને [દ્રવ્યર્મનિમિત્તાનાં માવાના+] (આગામી) દ્રવ્યકર્મના નિમિત્ત જે (અજ્ઞાનાદિક) ભાવો તેમના [ હેતુતીન ત] હેતુપણાને પામે છે (અર્થાત્ દ્રવ્યકર્મનાં નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે). ૬૮.
આ જ અર્થપાંચ ગાથાઓથી કહે છે:
અજ્ઞાન તત્ત્વ તણું જીવોને, ઉદય તે અજ્ઞાનનો, અપ્રતીત તત્ત્વની જીવને જે, ઉદય તે મિથ્યાત્વનો; ૧૩૨,
જીવને અવિ૨તભાવ જે, તે ઉદય અણસંયમ તણો, જીવને કલુષ ઉપયોગ જે, તે ઉદય જાણ કષાયનો; ૧૩૩
શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો ઉત્સાહ વર્તે જીવને, તે ઉદય જાણ તું યોગનો. ૧૩૪.
આ હેતુભૂત જ્યાં થાય, ત્યાં કાર્મણવરગણારૂપ છે, તે અષ્ટવિધ જ્ઞાનાવરણઇત્યાદિભાવે પરિણમે; ૧૩૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com