________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
भावा भवेयुः, न पुन: कालायसवलयादयः, कालायसमयागावाच्च कालायसजातिमनतिवर्तमाना: कालायसवलयादय एव भवेयुः, न पुनर्जाम्बूनदकुण्डलादयः। तथा जीवस्य स्वयं परिणामस्वभावत्वे सत्यपि, कारणानुविधायित्वादेव कार्याणां, अज्ञानिन: स्वयमज्ञानमयादावादज्ञानजातिमनतिवर्तमाना विविधा अप्यज्ञानमया एव भावा भवेयुः, न पुनर्ज्ञानमया:, ज्ञानिनश्च स्वयं ज्ञानमयागावाज्ज्ञानजातिमनतिवर्तमानाः सर्वे ज्ञानमया एव भावा भवेयुः, न पुनरज्ञानमयाः।
અને લોખંડમય ભાવમાંથી, લોખંડજાતિને નહિ ઉલ્લંઘતા એવા લોખંડમય કડાં આદિ ભાવો જ થાય પરંતુ સુવર્ણમય કુંડળ આદિ ભાવો ન થાય તેવી રીતે જીવ સ્વયં પરિણામસ્વભાવવાળો હોવા છતાં, કારણ જેવાં જ કાર્યો થતાં હોવાથી, અજ્ઞાનીને-કે જે પોતે અજ્ઞાનમય ભાવ છે તેને-અજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને નહિ ઉલ્લંઘતા એવા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો જ થાય પરંતુ જ્ઞાનમય ભાવો ન થાય, અને જ્ઞાનીનેકે જે પોતે જ્ઞાનમય ભાવ છે તેને-જ્ઞાનમય ભાવમાંથી, જ્ઞાનની જાતિને નહિ ઉલ્લંઘતા એવા સર્વ જ્ઞાનમય ભાવો જ થાય પરંતુ અજ્ઞાનમય ભાવો ન થાય.
ભાવાર્થ-જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે' એ ન્યાયે જેમ લોખંડમાંથી લોખંડમય કડાં વગેરે વસ્તુઓ થાય છે અને સુવર્ણમાંથી સુવર્ણમય આભુષણો થાય છે, તેમ અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી તેને (અજ્ઞાનમય ભાવમાંથી) અજ્ઞાનમય ભાવો જ થાય છે અને જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી તેને (જ્ઞાનમય ભાવમાંથી) જ્ઞાનમય ભાવો જ થાય છે.
અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તેના સર્વ ભાવો અજ્ઞાનમય
જ છે.
અવિરત સમ્યગ્દષ્ટિ (જ્ઞાની) ને જોકે ચારિત્રમોહના ઉદયે ક્રોધાદિક ભાવો પ્રવર્તે છે તો પણ તેને તે ભાવોમાં આત્મબુદ્ધિ નથી, તે તેમને પરના નિમિત્તથી થયેલી ઉપાધિ માને છે. તેને ક્રોધાદિક કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે-આગામી એવો બંધ કરતા નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે; કારણ કે ( જ્ઞાની) પોતે ઉધમી થઈને ક્રોધાદિભાવરૂપે પરિણમતો નથી અને જોકે ઉદયની બળજોરીથી પરિણમે છે તોપણ જ્ઞાતાપણું ચૂકીને પરિણમતો નથી; જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે તેથી તે ક્રોધાદિભાવોનો અન્ય શેયોની માફક જ્ઞાતા જ છે, કર્તા નથી. આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com