________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
કર્તા-કર્મ અધિકાર
૧૯૩
पुद्गलकर्मणः किल पुद्गलद्रव्यमेवैकं कर्तृ; तद्विशेषाः मिथ्यात्वाविरतिकषाययोगा बन्धस्य सामान्यहेतुतया चत्वारः कर्तारः। ते एव विकल्प्यमाना मिथ्यादृष्ट्य दिसयोगकेवल्यन्तास्त्रयोदश
कर्तारः।
अथैते पुद्गलकर्मविपाकविकल्पत्वादत्यन्तमचेतना: सन्तत्रयोदश कर्तार: केवला एव यदि व्याप्यव्यापकभावेन किञ्चनापि पुद्गलकर्म कुर्युस्तदा कुर्युरेव; किं जीवस्यात्रापतितम ? अथायं तर्क:-पुद्गलमयमिथ्यात्वादीन् वेदयमानो जीवः स्वयमेव मिथ्यादृष्टिभूत्वा पुद्गलकर्म करोति। स किलाविवेकः, यतो न खल्वात्मा भाव्यभावकभावाभावात् पुद्गलद्रव्यमयभिथ्यात्वादिवेदकोऽपि, कथं पुनः पुद्गलकर्मणः कर्ता नाम ? अथैतदायातम्-यत: पुद्गलद्रव्यमयानां चतुर्णा सामान्यप्रत्ययानां विकल्पास्त्रयोदश विशेषप्रत्यया गुणशब्दवाच्याः केवला एव कुर्वन्ति कर्माणि, ततः पुद्गलकर्मणामकर्ता जीवो, गुणा एव तत्कर्तारः। ते तु पुद्गलद्रव्यमेव। ततः स्थितं पुद्गलकर्मण: पुद्गलद्रव्यमेवैकं कर्तृ।
ટીકા:-ખરેખર પુદ્ગલકર્મનો, પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે, તેના વિશેષોમિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ હોવાથી ચાર કર્તા છે; તેઓ જ ભેદરૂપ કરવામાં આવતાં ( અર્થાત્ તેમના જ ભેદ પાડવામાં આવતાં), મિથ્યાષ્ટિથી માંડીને સયોગકેવળી સુધીના તેર કર્તા છે. હવે, જેઓ પુદ્ગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા આ તેર કર્તાઓ જ કેવળ વ્યાયવ્યાપકભાવે કાંઈ પણ પુલકર્મને જો કરે તો ભલે કરે; તેમાં જીવને શું આવ્યું? (કાંઈ જ નહિ.) અહીં આ તર્ક છે કે “પુલમય મિથ્યાત્વાદિને વેદતો (ભોગવતો ) જીવ પોતે જ મિથ્યાદષ્ટિ થઈને પુદ્ગલકર્મને કરે છે”. (તેનું સમાધાનઃ-) આ તર્ક ખરેખર અવિવેક છે, કારણ કે ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પુગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો ભોક્તા પણ નથી, તો પછી પુગલકર્મનો કર્તા કેમ હોય? માટે એમ ફલિત થયું કે જેથી પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્યપ્રત્યયોના ભેદરૂપ તેર વિશેષપ્રત્યયો કે જેઓ “ગુણ' શબ્દથી કહેવામાં આવે છે (અર્થાત્ જેમનું નામ ગુણસ્થાન છે ) તેઓ જ કેવળ કર્મોને કરે છે, તેથી જીવ પુદ્ગલકર્મોનો અકર્તા છે, “ગુણો' જ તેમના કર્તા છે; અને તે “ગુણો” તો પુદ્ગલદ્રવ્ય જ છે; તેથી એમ ઠર્યું કે પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે.
ભાવાર્થ:-શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કર્તા કહેવામાં આવ્યા છે. ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે તેથી એ ગુણસ્થાનો બંધના કર્તા છે અર્થાત્ પુદ્ગલકર્મના કર્તા છે. વળી મિથ્યાત્વાદિ સામાન્ય પ્રત્યયો કે ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે, તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા (કરનારું) છે; જીવ કર્તા નથી. જીવને પુદ્ગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com