________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯O
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
जह राया ववहारा दोसगुणुप्पादगो त्ति आलविदो। तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो।।१०८ ।।
यथा राजा व्यवहारात् दोषगुणोत्पादक इत्यालपितः।
तथा जीवो व्यवहारत् द्रव्यगुणोत्पादको भणितः।। १०८ ।।
यथा लोकस्य व्याप्यव्यापकभावेन स्वभावत एवोत्पद्यमानेषु गुणदोषेषु व्याप्यव्यापकभावाभावेऽपि तदुत्पादको राजेत्युपचारः, तथा पुद्गलद्रव्यस्य व्याप्यव्यापकभावेन स्वभावत एवोत्पद्यमानेषु गुणदोषेषु व्याप्यव्यापकभावाभावेऽपि तदुत्पादको जीव इत्युपचारः।
ગુણદોષઉત્પાદક કહ્યો જ્યમ ભૂપને વ્યવહારથી, ત્યમ દ્રવ્યગુણઉત્પન્નકર્તા જીવ કહ્યો વ્યવહારથી. ૧૦૮.
ગાથાર્થ- [ પથા] જેમ [રાના ] રાજાને [ રોષોત્પાવર: તિ] પ્રજાના દોષ અને ગુણનો ઉત્પન્ન કરનાર [ વ્યવહારત] વ્યવહારથી [ ભાભપિત:] કહ્યો છે, [ તથા ] તેમ [ નીવડ] જીવને [દ્રવ્યગુણોત્પાવર: ] પુદ્ગલદ્રવ્યના દ્રવ્ય-ગુણનો ઉત્પન્ન કરનાર [ વ્યવETRI] વ્યવહારથી [ મળત:] કહ્યો છે.
ટીકા-જેમ પ્રજાના ગુણદોષોને અને પ્રજાને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વભાવથી જ (પ્રજાના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તોપણ તેમનો ઉત્પાદક રાજા છે' એવો ઉપચાર કરવામાં આવે છે, તેવી રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને અને પુદ્ગલદ્રવ્યને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ-ભાવથી જ (પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં-જોકે તે ગુણદોષોને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તો પણ તેમનો ઉત્પાદક જીવ છે' એવો ઉપચાર કરવામાં આવે છે.
ભાવાર્થ-જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. આમ કહીને પ્રજાના ગુણદોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. એવી જ રીતે પુદગલદ્રવ્યના ગુણદોષનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. પરમાર્થદષ્ટિએ જોતાં એ સત્ય નથી, ઉપચાર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com