________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
કર્તા-કર્મ અધિકાર
૧૭૧
एवमेव च क्रोधपदपरिवर्तनेन मानमायालोभमोहरागद्वेषकर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्घाणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयान्यनया दिशान्यान्यप्यूह्यानि।
तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि धम्मादी। कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स।।९५ ।। त्रिविध एष उपयोग आत्मविकल्पं करोति धर्मादिकम्।
कर्ता तस्योपयोगस्य भवति स आत्मभावस्य।। ९५ ।। एष खलु सामान्येनाज्ञानरूपो मिथ्यादर्शनाज्ञानाविरतिरूपस्त्रिविधः सविकारश्चैतन्यपरिणाम: परस्परमविशेषदर्शनेनाविशेषज्ञानेनाविशेषरत्या च समस्तं भेदमपद्दत्य ज्ञेयज्ञायकभावापन्नयोः
परात्मनो: समानाधिकरण्येनानुभवनाद्धर्मोऽहमधर्मोऽहमाकाशमहं
માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, પ્રાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
ભાવાર્થ-અજ્ઞાનરૂપ એટલે કે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું જે સવિકાર ચૈતન્યપરિણામ તે પોતાનો અને પરનો ભેદ નહિ જાણીને “હું ક્રોધ છું, હું માન છું” ઇત્યાદિ માને છે, તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે. હવે એ જ વાતને વિશેષ કહે છે:
હું ધર્મ આદિ' વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે, ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૫.
ગાથાર્થ:- [ ત્રિવિધ:] ત્રણ પ્રકારનો [WS:] આ [ ઉપયોT: ] ઉપયોગ [ ધર્મા]િ “હું ધર્માસ્તિકાય આદિ છું' એવો [ બાત્મવિવ7] પોતાનો વિકલ્પ [વરાતિ ] કરે છે; તેથી [ :] આત્મા [તસ્ય ઉપયોગ રચ] તે ઉપયોગરૂપ [માત્મમાર્ચ ] પોતાના ભાવનો [ કર્તા ] કર્તા [ભવતિ] થાય છે.
ટીકા-ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાનઅવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી (લીનતાથી) સમસ્ત ભેદને છુપાવીને શેયજ્ઞાયકભાવને પામેલાં એવા સ્વ-પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com