________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭)
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
कथमज्ञानात्कर्म प्रभवतीति चेत्तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि कोहोऽहं। कत्ता तस्सुवओगस्सं होदि सो अत्तभावस्स।।९४ ।। त्रिविध एष उपयोग आत्मविकल्पं करोति क्रोधोऽहम्।
कर्ता तस्योपयोगस्य भवति स आत्मभावस्य।। ९४ ।। एष खलु सामान्येनाज्ञानरूपो मिथ्यादर्शनाज्ञानाविरतिरूपस्त्रिविधः सविकारश्चैतन्यपरिणामः परात्मनोरविशेषदर्शनेनाविशेषज्ञानेनाविशेषरत्या च समस्तं भेदमपहृत्य
भाव्यभावकभावापन्नयोश्चेतनाचेतनयोः सामान्याधिकरण्येनानुभवनात्क्रोधोऽहमित्यात्मनो विकल्पमुत्पादयति; ततोऽयमात्मा क्रोधोऽहमिति भ्रान्त्या सविकारेण चैतन्यपरिणामेन परिणमन् तस्य सविकारचैतन्यपरिणामरूपस्यात्मभावस्य कर्ता स्यात्।
અર્થાત્ “જેમ શીત-ઉષ્ણપણું પુદગલની અવસ્થા છે તેમ રાગદ્વેષાદિ પણ પુગલની અવસ્થા છે” એવું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગાદિરૂપ પુદ્ગલને જાણે. એમ થતાં, રાગાદિનો કર્તા આત્મા થતો નથી, જ્ઞાતા જ રહે છે.
હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તેનો ઉત્તર કહે છે:
“ક્રોધ” એમ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે. ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૪.
ગાથાર્થઃ- [ ત્રિવિધ: ] ત્રણ પ્રકારનો [TS: ] આ [ ઉપયો: ] ઉપયોગ [ગદમ્ ડ્રોધ: ] “હું કોધ છું' એવો [આત્મવિનં] પોતાનો વિકલ્પ [ રોતિ] કરે છે; તેથી [સ:] આત્મા [તરસ્ય ઉપયો10] તે ઉપયોગરૂપ [ માત્મમાર્ચ ] પોતાના ભાવનો [ ] કર્તા [ ભવતિ] થાય છે.
ટીકા -ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાનઅવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સમસ્ત ભેદને છુપાવીને, ભાવ્યભાવકભાવને પામેલાં એવાં ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી (—જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે) અનુભવન કરવાથી, “હું ક્રોધ છું” એવો પોતાનો | વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી હું ક્રોધ છું' એવી ભ્રાંતિને લીધે જે સવિકાર ( વિકારસહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સવિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. એવી જ રીતે “ક્રોધ” પદ પલટાવીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com