________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
કર્તા-કર્મ અધિકાર
૧૬૯
अयं किल ज्ञानादात्मा परात्मनो: परस्परविशेषनिर्ज्ञाने सति परमात्मानमकुर्वन्नात्मानं च परमकुर्वन्स्वयं ज्ञानमयीभूतः कर्मणामकर्ता प्रतिभाति। तथाहितथाविधानुभवसम्पादनसमर्थायाः
रागद्वेषसुखदुःखादि-रूपाया: पुद्गलपरिणामावस्थायाः शीतोष्णानुभवसम्पादनसमर्थायाः शीतोष्णायाः पुद्गलपरिणामावस्थाया इव पुद्गलादभिन्नत्वेनात्मनो नित्यमेवात्यन्तभिन्नायास्तन्निमित्ततथाविधानुभवस्य चात्मनोऽभिन्नत्वेन पुद्गलान्नित्यमेवात्यन्तभिन्नस्य ज्ञानात्परस्परविशेषनिर्ज्ञाने सति नानात्वविवेकाच्छीतोष्णरूपेणेवात्मना परिणमितुमशक्येन रागद्वेषसुखदुःखादिरूपेणाज्ञानात्मना मनागप्यपरिणममानो ज्ञानस्य ज्ञानत्वं प्रकटीकुर्वन् स्वयं ज्ञानमयीभूतः एषोऽहं जानाम्येव रज्यते तु पुद्गल इत्यादिविधिना समग्रस्यापि रागादेः कर्मणो ज्ञानविरुद्धस्याकर्ता प्रतिभाति।
TI[ ] કર્મોનો [ સારવ: મવતિ]
[ 1 ] તે [ જ્ઞાનમય: નીવડ] જ્ઞાનમય જીવ [ અકર્તા થાય છે અર્થાત કર્તા થતો નથી.
ટીકાઃ-જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહિ કરતો અને પોતાને પર નહિ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે -જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુગલથી સદાય અત્યંત ભિન્ન છે, તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગદ્વેષસુખદુ:ખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે જ્ઞાનને લીધે આત્મા તે રાગદ્વેષસુખદુ:ખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે, તેઓ એક નથી પણ ભિન્ન છે એવા વિવેકને લીધે, શીત-ઉષ્ણની માફક (અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે તેમ), જેમના રૂપે આત્મા વડ પરિણમવું અશક્ય છે એવાં રાગદ્વેષસુખદુ:ખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો થકો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, “આ હું (રાગને) જાણું જ છું, રાગી તો પુદ્ગલ છે (અર્થાત્ રાગ તો પુદ્ગલ કરે છે )' ઇત્યાદિ વિધિથી, જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે.
ભાવાર્થ-જ્યારે આત્મા રાગદ્વેષસુખદુ:ખાદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com