________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
સમયસાર,
ભગવાનશ્રીકુંદકુંદ
विकारः। स तु तस्य स्फटिकस्वच्छताया इव परतोऽपि प्रभवन् दृष्टः। यथा हि स्फटिकस्वच्छतायाः સ્વરૂપપરિણામસમર્થત્વે
सति कदाचिन्नीलहरितपीततमालकदलीकाञ्चनपात्रोपाश्रययुक्तत्वान्नीलो हरितः पीत इति ત્રિવિધ: પરિણામવિહારો
દg:, तथोपयोगस्यानादिमिथ्यादर्शनाज्ञानाविरतिस्वभाववस्त्वन्तरभूतमोहयुक्तत्वान्मिथ्याद र्शनमज्ञानमविरतिरिति त्रिविधः परिणामविकारो दृष्टव्यः।
अथात्मनस्त्रिविधपरिणामविकारस्य कर्तृत्वं दर्शयतिएदेसु य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो। जं सो करेदि भावं उवओगो तरस सो कत्ता।।९० ।।
एतेषु चोपयोगस्त्रिविधः शुद्धो निरञ्जनो भावः।। यं स करोति भावमुपयोगस्तस्य स कर्ता।। ९० ।।
વિકાર, સ્ફટિકની સ્વચ્છતાના પરિણામવિકારની જેમ, પરને લીધે (-પરની ઉપાધિને લીધે ) ઉત્પન્ન થતો દેખાય છે. તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે. જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ-પરિણમનમાં (અર્થાત્ પોતાના ઉજ્વળતારૂપ સ્વરૂપે પરિણમવામાં) સમર્થપણું હોવા છતાં, કદાચિત્ (સ્ફટિકને ) કાળા, લીલા અને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી, સ્ફટિકની સ્વચ્છતાનો, કાળો, લીલો અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે, તેવી રીતે (આત્માને) અનાદિથી મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે એવા અન્ય-વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખવો.
ભાવાર્થ:-આત્માના ઉપયોગમાં આ ત્રણ પ્રકારનો પરિણામવિકાર અનાદિ કર્મના નિમિત્તથી છે. એમ નથી કે પહેલાં એ શુદ્ધ જ હતો અને હવે તેમાં નવો પરિણામવિકાર થયો છે. જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામવિકાર થવો જોઇએ. પણ એમ તો થતું નથી. માટે તે અનાદિથી છે એમ જાણવું.
હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું દર્શાવે છે –
એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે; જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦.
ગાથાર્થ - [ તેy a] અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામવિકારો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com