________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કર્તા-કર્મ અધિકાર
मिथ्याद
अथैवमयमनादिवस्त्वन्तरभूतमोहयुक्तत्वादात्मन्युत्प्लवमानेषु र्शनाज्ञानाविरतिभावेषु परिणामविकारेषु त्रिष्वेतेषु निमित्तभूतेषु परमार्थतः शुद्धनिरञ्जनानादिनिधन वस्तुसर्वस्वभूतचिन्मात्रभावत्वेनैकविधोऽप्यशुद्धसाञ्जनानेकभावत्वमापद्यमानस्त्रिविधो भूत्वा स्वयमज्ञानीभूतः कर्तृत्वमुपढौकमानो विकारेण परिणम्य यं यं भावमात्मनः करोति तस्य तस्य किलोपयोगः कर्ता स्यात्।
अथात्मनस्त्रिविधपरिणामविकारकर्तृत्वे सति पुद्गलद्रव्यं स्वत एव कर्मत्वेन
કહાનજૈનશાસ્ત્રમાળા ]
परिणमतीत्याह
जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स भावस्स । कम्मत्तं परिणमदे तम्हि सयं पोग्गलं दव्वं ।। ९९ ।।
હોવાથી, [ ૩પયોગ: ] આત્માનો ઉપયોગ- [ શુદ્ધ: ] જોકે (શુદ્ઘનયથી ) તે શુદ્ધ, [નિષ્નન: ] નિરંજન [ ભાવ: ] ( એક ) ભાવ છે તોપણ- [ ત્રિવિધ: ] ત્રણ પ્રકારનો થયો થકો [સ: ૩પયોગ: ] તે ઉપયોગ [યં] જે [ભાવસ્] (વિકારી ) ભાવને [ રોતિ] પોતે કરે છે [ તત્ત્વ ] તે ભાવનો [સ: ] તે [ f] કર્તા [મતિ] થાય છે.
૧૬૫
ટીકા:-એ પ્રમાણે અનાદિથી અન્યવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણાને લીધે પોતાનામાં ઉત્પન્ન થતા જે આ ત્રણ મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિભાવરૂપ પરિણામવિકારો તેમના નિમિત્તે (–કારણથી ) જોકે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ, નિરંજન, અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે તોપણ-અશુદ્ધ, સાંજન અનેકભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને, પોતે અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામતો, વિકારરૂપ પરિણમીને જે જે ભાવને પોતાનો કરે છે તે તે ભાવનો તે ઉપયોગ કર્તા થાય છે.
ભાવાર્થ:-પહેલાં કહ્યું હતું કે જે પરિણમે તે કર્તા છે. અહીં અજ્ઞાનરૂપ થઈને ઉપયોગ પરિણમ્યો તેથી જે ભાવરૂપ તે પરિણમ્યો તે ભાવનો તેને કર્તા કહ્યો. આ રીતે ઉપયોગને કર્તા જાણવો. જોકે શુદ્ધદ્રવ્યાર્થિકનયથી આત્મા કર્તા છે નહિ, તોપણ ઉપયોગ અને આત્મા એક વસ્તુ હોવાથી અશુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્માને પણ કર્તા કહેવામાં આવે છે.
હવે, આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું હોય ત્યારે પુદ્ગલદ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે એમ કહે છેઃ
જે ભાવ જીવ કરે અરે ! જીવ તેહનો કર્તા બને; કર્તા થતાં, પુદ્ગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૯૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com