________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
परिधाय शयानः स्वयमज्ञानी सन्नन्येन तदञ्चलमालम्ब्य बलान्नग्नीक्रियमाणो मंक्षु प्रतिबुध्यस्वार्पय परिवर्तितमेतद्वस्त्रं मामकमित्यसकृद्वाक्यं शृण्वन्नखिलैश्चिकैः सुष्ठु परीक्ष्य निश्चितमेतत्परकीयमिति ज्ञात्वा ज्ञानी सन् मुञ्चति तच्चीवरमचिरात्, तथा ज्ञातापि सम्भ्रान्त्या परकीयान्भावानादायात्मीयप्रतिप-त्त्यात्मन्यध्यास्य शयानः स्वयमज्ञानी सन् गुरुणा परभावविवेकं कृत्वैकीक्रियमाणो मंक्षु प्रतिबुध्यस्वैकः खल्वयमात्मेत्यसकृच्छौतं वाक्यं शृण्वन्नखिलैश्चिहै : सुष्टु परीक्ष्य निश्चितमेते परभावा इति ज्ञात्वा ज्ञानी सन् मुञ्चति सर्वान्परभावानचिरात्।
(માલિની) अवतरति न यावद् वृत्तिमत्यन्तवेगादनवमपरभावत्यागदृष्टान्तदृष्टिः। झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव।। २९ ।।
પોતાનું જાણી ઓઢીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની (–આ વસ્ત્ર બીજાનું છે એવા જ્ઞાન વિનાનો) થઈ રહ્યો છે; જ્યારે બીજો તે વસ્ત્રનો ખૂણો પકડી, ખેંચી તેને નગ્ન કરે છે અને કહે છે કે “તું શીધ્ર જાગ, સાવધાન થા, આ મારું વસ્ત્ર બદલામાં આવી ગયું છે તે મારું મને દે', ત્યારે વારંવાર કહેલું એ વાક્ય સાંભળતો તે, (એ વસ્ત્રનાં) સર્વ ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, “જરૂર આ વસ્ત્ર પારકું જ છે” એમ જાણીને, જ્ઞાની થયો થકો, તે (પરના) વસ્ત્રને જલદી ત્યાગે છે. તેવી રીતે-જ્ઞાતા પણ ભ્રમથી પદ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી, પોતાના જાણી, પોતામાં એકરૂપ કરીને સૂતો છે ને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે; જ્યારે શ્રી ગુરુ પરભાવનો વિવેક (ભેદજ્ઞાન) કરી તેને એક આત્મભાવરૂપ કરે અને કહે કે “તું શીધ્ર જાગ, સાવધાન થા, આ તારો આત્મા ખરેખર એક ( જ્ઞાનમાત્ર) જ છે, (અન્ય સર્વ પરદ્રવ્યના ભાવો છે ), ' ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાક્ય સાંભળતો તે, સમસ્ત (સ્વ-પરનાં) ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને, “જરૂર આ પરભાવો જ છે” (હું એક જ્ઞાનમાત્ર જ છું )ૐ એમ જાણીને, જ્ઞાની થયો થકો, સર્વ પરભાવોને તત્કાળ છોડે છે.
ભાવાર્થ-જ્યાં સુધી પરવસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે; અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પરવસ્તુ ને પારકી જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ શાનું રહે? અર્થાત ન રહે એ પ્રસિદ્ધ છે.
હવે આ જ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com