________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૭૫
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ स एव पश्चात्प्रत्याचष्टे, न पुनरन्य इत्यात्मनि निश्चित्य प्रत्याख्यानसमये प्रत्याख्येयोपाधिमात्रप्रवर्तितकर्तृत्वव्यपदेशत्वेऽपि
परमार्थनाव्यपदेश्यज्ञानस्वभावादप्रच्यवनात् प्रत्याख्यानं ज्ञानमेवेत्यनुभवनीयम्।
अथ ज्ञातुः प्रत्याख्याने को दृष्टान्त इत्यत आहजह णाम को वि पुरिसो परदव्वमिणं ति जाणिदुं चयदि। तह सव्वे परभावे णाऊण विमुंचदे णाणी।।३५ ।। यथा नाम कोऽपि पुरुषः परद्रव्यमिदमिति ज्ञात्वा त्यजति। तथा सर्वान् परभावान् ज्ञात्वा विमुञ्चति ज्ञानी।।३५ ।। यथा हि कश्चित्पुरुषः सम्भ्रान्त्या रजकात्परकीयं चीवरमादायात्मीय- प्रतिपत्त्या
કોઈ ત્યાગનાર નથી-એમ આત્મામાં નિશ્ચય કરીને, પ્રત્યાખ્યાનના (ત્યાગના) સમયે પ્રત્યાખ્યાન કરવાયોગ્ય જે પરભાવ તેની ઉપાધિમાત્રથી પ્રવર્તલું ત્યાગના કર્તાપણાનું નામ (આત્મા) હોવા છતાં પણ, પરમાર્થથી જોવામાં આવે તો પરભાવના ત્યાગકર્તાપણાનું નામ પોતાને નથી, પોતે તો એ નામથી રહિત છે કારણ કે જ્ઞાનસ્વભાવથી પોતે છૂટયો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે-એમ અનુભવ કરવો.
ભાવાર્થ-આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું છે. તે નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવ છે. પરદ્રવ્યને પર જાણ્યું, પછી પરભાવનું ગ્રહણ નહિ તે જ ત્યાગ છે. એ રીતે, સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન છે, જ્ઞાન સિવાય કોઈ બીજો ભાવ નથી.
હવે પૂછે છે કે જ્ઞાતાનું પ્રત્યાખ્યાન જ્ઞાન જ કહ્યું તેનું દષ્ટાંત શું છે? તેનો ઉત્તરરૂપ દષ્ટાંત-દાર્ટીતની ગાથા કહે છે:
આ પારકું એમ જાણીને પરદ્રવ્યને કો નર તજે,
ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩૫.
ગાથાર્થ - [ 4થા નામ] જેમ લોકમાં [ 5: પિ પુરુષ: ] કોઈ પુરુષ [પદ્રવ્યમ્ રૂમ રૂતિ જ્ઞાત્વા] પરવસ્તુને “આ પરવસ્તુ છે” એમ જાણે ત્યારે એવું જાણીને [ ત્યગતિ] પરવસ્તુને ત્યાગે છે, [ તથા] તેવી રીતે [ જ્ઞાની ] જ્ઞાની [ સર્વાન] સર્વ [ પરમાવાન] પરદ્રવ્યોના ભાવોને [ જ્ઞાત્વા] “આ પરભાવ છે” એમ જાણીને [ વિમુખ્યતિ] તેમને છોડે છે.
ટીકાઃ-જેમ-કોઇ પુજ્ય ધોબીના ઘરેથી ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com