________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
७४
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદप्रसभोज्जृम्भिततत्त्वज्ञानज्योतिर्नेत्रविकारीव प्रकटोद्घाटितपटलष्टसितिप्रतिबुद्धः ( ?) साक्षात् द्रष्टारं स्वं स्वयमेव हि विज्ञाय श्रद्धाय च तं चैवानुचरितुकाम: स्वात्मारामस्यास्यान्यद्रव्याणां प्रत्याख्यानं किं स्यादिति पृच्छन्नित्थं वाच्यः
सव्वे भावे जम्हा पच्चक्खाई परे त्ति णादूणं। तम्हा पच्चक्खाणं णाणं णियमा मुणेदव्वं ।। ३४ ।। सर्वान् भावान् यस्मात्प्रत्याख्याति परानिति ज्ञात्वा। तस्मात्प्रत्याख्यानं ज्ञानं नियमात् ज्ञातव्यम्।।३४ ।।
यतो हि द्रव्यान्तरस्वभावभाविनोऽन्यानखिलानपि भावान् भगवज्ज्ञातृद्रव्यं स्वस्वभावभावाव्याप्यतया परत्वेन ज्ञात्वा प्रत्याचष्टे, ततो य एव पूर्वं जानाति
હતો તે હવે તત્ત્વજ્ઞાનસ્વરૂપ જ્યોતિનો પ્રગટ ઉદય થવાથી અને નેત્રના વિકારીની માફક (જેમ કોઈ પુરુષનાં નેત્રમાં વિકાર હતો ત્યારે વર્ણાદિક અન્યથા દેખાતાં હતાં અને જ્યારે વિકાર મટયો ત્યારે જેવાં હતાં તેવાં જ દેખવા લાગ્યો તેમ) પડળ સમાન આવરણકર્મ સારી રીતે ઊઘડી જવાથી પ્રતિબદ્ધ થયો અને સાક્ષાત્ દ્રષ્ટા (દેખનાર) એવા પોતાને પોતાથી જ જાણી, શ્રદ્ધાન કરી, તેનું જ આચરણ કરવાનો ઇચ્છક થયો થકો પૂછે છે કે
આ સ્વાત્મારામને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન (ત્યાગવું) તે શું છે?' તેને આચાર્ય આ પ્રમાણે કહે છે:
સૌ ભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪.
ગાથાર્થઃ- [વસ્મત ] જેથી [ સર્વાન માવાન] “પોતાના સિવાય સર્વ પદાર્થો [પરાન] પર છે” [ રૂતિ જ્ઞાત્વા] એમ જાણીને [ પ્રત્યારથાતિ] પ્રત્યાખ્યાન કરે છે–ત્યાગે છે, [ તરમાત્] તેથી, [પ્રત્યારથાનં] પ્રત્યાખ્યાન [ જ્ઞાન] જ્ઞાન જ છે [ નિયમાત્] એમ નિયમથી [જ્ઞાતવ્ય] જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી.
ટીકાઃ-આ ભગવાન જ્ઞાતા-દ્રવ્ય (આત્મા) છે તે અન્યદ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત પરભાવોને, તેઓ પોતાના સ્વભાવભાવ વડે નહિ વ્યાપ્ત હોવાથી પરપણે જાણીને, ત્યાગે છે; તેથી જે પહેલાં જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com