________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પૂર્વરંગ
૬૯
स्पर्शादीनिन्द्रियार्थांश्च सर्वथा स्वतः पृथक्करणेन विजित्योपरतसमस्तज्ञेयज्ञायकसङ्करदोषत्वेनैकत्वे टङ्कोत्कीर्ण विश्वस्याप्यस्योपरि तरता प्रत्यक्षोद्योततया नित्यमेवान्तःप्रकाशमानेनानपायिना स्वतःसिद्धेन परमार्थसता भगवता ज्ञानस्वभावेन सर्वेभ्यो द्रव्यान्तरेभ्यः परमार्थतोऽतिरिक्तमात्मानं सञ्चेतयते स खलु जितेन्द्रियो जिन इत्येका निश्चयस्तुतिः।
अथ भाव्यभावकसङ्करदोषपरिहारेण
जो मोहं तु जिणित्ता णाणसहावाधियं मुणदि आदं। तं जिदमोहं साहुं परमट्ठवियाणया बेति।। ३२ ।।
પોતાની ચૈતન્યશક્તિનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું તે વડે સર્વથા પોતાથી જાદા કર્યા એ, ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું. આમ જે (મુનિ) દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેને જીતીને, જ્ઞય-જ્ઞાયક-સંકર નામનો દોષ આવતો હતો તે સઘળો દૂર થવાથી એકત્વમાં *ટંકોત્કીર્ણ અને જ્ઞાનસ્વભાવ વડે સર્વ અન્યદ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી જિતેન્દ્રિય જિન” છે. ( જ્ઞાનસ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી તેથી તે વડે આત્મા સર્વથી અધિક, જાદો જ છે.) કેવો છે તે જ્ઞાનસ્વભાવ? આ વિશ્વની (સમસ્ત પદાર્થોની) ઉપર તરતો (અર્થાત્ તેમને જાણતાં છતાં તે-રૂપ નહિ થતો ), પ્રત્યક્ષ ઉધોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન, અવિનશ્વર, સ્વત:સિદ્ધ અને પરમાર્થસત એવો ભગવાન જ્ઞાનસ્વભાવ છે.
આ રીતે એક નિશ્ચયસ્તુતિ તો આ થઈ.
(mય તો દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો અને જ્ઞાયક પોતે આત્મા–એ બન્નેનું અનુભવન, વિષયોની આસક્તતાથી, એક જેવું થતું હતું, ભેદજ્ઞાનથી ભિન્નપણું જાણ્યું ત્યારે તે યજ્ઞાયક-સંકરદોષ દૂર થયો એમ અહીં જાણવું. )
હવે ભાવ્યભાવક-સંકરદોષ દૂર કરી સ્તુતિ કહે છે:
જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને, પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨.
* ટંકોત્કીર્ણ = પથ્થરમાં ટાંકણાથી કોરેલી મૂર્તિની જેમ એકાકાર જેવો ને તેવો સ્થિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com