________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
૮૦ ]
टीका- यच्छरीरादिकमिन्द्रियैः पश्यामि तन्मे नास्ति मदीयं रूपं तन्न भवति तर्हि किं तव रूपम् ? तदस्तु ज्योतिरूत्तमं ज्योतिर्ज्ञानमुत्तममतीन्द्रियम्। तथा सानन्दं परमप्रसत्तिसमुद्भूतसुखसमन्वितम् । एवं विधिं ज्योतिरन्तः पश्यामि स्वसंवेदनेनानुभवामि यत्तन्मे स्वरूपमस्तु भवतु । किं विशिष्ट: पश्यामि ? नियतेन्द्रियो नियन्त्रितेन्द्रियः।। ५१।।
શ્લોક ૫૧
અન્વયાર્થ : (યત્) જે એટલે શરીરાદિ બાહ્ય પદાર્થ (ન્દ્રિય:) ઇન્દ્રિયોદ્વા૨ા ( પશ્યામિ ) હું દેખું છું (તત્) તે (મે ન અસ્તિ) મારા નથી-મારું સ્વરૂપ નથી, પણ (નિયતેન્દ્રિય:) ભાવ ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી રોકી (યત્) જે (ઉત્તમં) ઉત્કૃષ્ટ અતીન્દ્રિય (સાનન્હેં જ્યોતિ ) આનંદમય જ્ઞાન-જ્યોતિને (અન્ત:) અંતરંગમાં (પશ્યામિ) હું દેખું છું-તેનો અનુભવ કરું છું, (તત્ મે) તે મારું વાસ્તવિક સ્વરૂપ (અસ્તુ) હો !
ટીકા : જે એટલે શરીરાદિને હું ઇન્દ્રિયોથી જોઉં છું, તે મારું નથી અર્થાત્ તે મારું સ્વરૂપ નથી. તો તારું રૂપ શું? તે ઉત્તમ જ્યોતિ હો-જ્યોતિ એટલે જ્ઞાન અને ઉત્તમ એટલે અતીન્દ્રિય તથા આનંદમય એટલે પરમ પ્રસન્નતા (પ્રશાંતિ) થી ઉત્પન્ન થયેલા સુખથી યુક્ત (છે) એવા પ્રકારની જે જ્યોતિને (જ્ઞાન-પ્રકાશને ) અંતરંગમાં હું જોઉં છું–સ્વસંવેદનથી હું અનુભવું છું, તે મારું સ્વરૂપ અસ્તુ-હો. હું કેવો થઈને જોઉં છું? ઇન્દ્રિયોને સંયમિત કરીને (બાહ્ય વિષયોથી ઇન્દ્રિયોને રોકીને અને પોતે સ્વાધીન થઈને અર્થાત્ ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને (હું જોઉં છું).
ભાવાર્થ : અન્તરાત્મા વિચારે છે કે :
‘ઇન્દ્રિયોદ્વારા જે શરીરાદિ બાહ્ય પદાર્થો દેખાય છે તે હું નથી. તે મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો પરમ ઉત્તમ અતીન્દ્રિય આનંદમય જ્ઞાન-જ્યોતિ છે. જ્યારે હું ભાવ-ઇન્દ્રિયોને નિયન્ત્રિત કરીને અર્થાત્ બાહ્ય વિષયોથી હઠાવીને અંતર્મુખ થાઉં છું, ત્યારે હું જ્ઞાનસ્વરૂપ આત્માને જોઈ શકું છું–સ્વસંવેદનથી અનુભવી શકું છું'.
વિશેષ
જે ઇન્દ્રિયોદ્વારા દેખાય છે તે આત્માનું સ્વરૂપ નથી. તે તો જડનું-પુદ્દગલનું સ્વરૂપ છે. તે આત્મા નથી, અનાત્મા છે. આત્મા-અનાત્માના ભેદ-વિજ્ઞાનદ્વારા જ્ઞાની, શરીરાદિક ૫૨ પદાર્થો પ્રત્યે ઉપેક્ષા કરી, ઉપયોગને ત્યાંથી હઠાવી સ્વસન્મુખ કરે છે અને આત્મસ્વરૂપમાં સ્થિર થતાં તે અતીન્દ્રિય આનંદનો અનુભવ કરે છે.
જ્ઞાનીને આત્મસ્વરૂપનું ભાન હોવાથી તે આત્મ-વિષયમાં જ રમવાની ભાવના કરે છે; બાહ્ય વિષયોમાં વિચરવાનું પસંદ કરતો નથી.
માટે અંતરાત્માને શરીરાદિ બાહ્ય પદાર્થોમાં અનાસક્તિ હોય છે. તે જ્ઞાનસ્વરૂપ આત્માનો જ અનુભવ કરે છે. ૫૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com