________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[૮૧ ननु सानन्दं ज्योतिर्यद्यात्मनोरूपं स्यात्तदेन्द्रियनिरोधं कृत्वा तदनुभवतः कथं दुःखं स्यादित्याह
सुखमारब्धयोगस्य बहिर्दु:खमथात्मनि ।
बहिरेवासुखं सौख्यमध्यात्मं भावितात्मनः ।। ५२।। टीका- बहिर्बाह्यविषये सुखं भवति। कस्य ? आरब्धयोगस्य प्रथममात्मस्वरूपभावनोद्यतस्य। अथ आह। आत्मनि आत्मस्वरूपे दुःखं तस्य भवति। भावितात्मनो यथावद्विदितात्मस्वरूपे कृताभ्यासस्य। बहिरेव बाह्यविषयेष्वेवाऽसुखं भवति। अथ आह। सौख्यं अध्यात्मं तस्याध्यात्मस्वरूप एव भवति।। ५२।।।
જો આનંદમય જ્યોતિ (જ્ઞાન) તે આત્માનું સ્વરૂપ હોય, તો ઈન્દ્રિયોનો વિરોધ કરીને તેનો અનુભવ કરનારને દુઃખ કેવી રીતે હોઈ શકે? તે કહે છે :
શ્લોક પર અન્વયાર્થ: (બારધયો શ્ય) યોગનો અભ્યાસ શરૂ કરનારને (વદિ:) બાહ્ય વિષયોમાં (સુવું) સુખ લાગે છે, (ગથ ) અને (નાત્મનિ) આત્મસ્વરૂપને વિષે (૩:૬) દુ:ખ પ્રતીત થાય છે, પરંતુ (ભાવિતાન:) આત્મસ્વરૂપને યથાર્થપણે જાણનારને-સારા અભ્યાસીને (વદિ:04) બાહ્ય પદાર્થોમાં જ (સુવું) દુઃખ થાય છે અને (અધ્યાત્મ) આત્મસ્વરૂપમાં (સૌરથમ્) સુખનો અનુભવ થાય છે.
ટીકા : બહાર એટલે બાહ્ય વિષયમાં સુખ લાગે છે. કોને? યોગનો આરંભ કરનારને અર્થાત્ પ્રથમ વાર આત્મસ્વરૂપની ભાવનાના અભ્યાસીને, અને કહે છે-આત્મામાં એટલે આત્મસ્વરૂપમાં (તેની ભાવનામાં ) દુઃખ (મુશ્કેલી) લાગે છે, પણ ભાવિતાત્માને એટલે યથાવત્ જાણેલા આત્મસ્વરૂપના (–તેની ભાવનાના) અભ્યાસીને, બાહ્યમાં જ એટલે બાહ્ય વિષયોમાં જ અસુખ (દુઃખ ) ભાસે છે; અને કહે છે-આત્મામાં એટલે તેના અધ્યાત્મસ્વરૂપમાં જ (–તેની ભાવનામાં જ ) સુખ લાગે છે.
ભાવાર્થ : યોગનો એટલે આત્મસ્વરૂપનો પ્રથમ વાર અનુભવ કરવાનો આરંભ કરનારને બાહ્ય વિષયોમાં સુખ જેવું લાગે છે અને આત્મસ્વરૂપની ભાવનાના અભ્યાસમાં દુઃખ જેવું જણાય છે, પરંતુ જ્યારે તેને પરિપક્વ અભ્યાસથી આત્મસ્વરૂપનું યથાર્થપણે જ્ઞાન થાય છે ત્યારે તેને બાહ્ય વિષયો અસુખરૂપ પ્રતીત થાય છે અને આત્મસ્વરૂપમાં જ સુખ પ્રતિભાસે છે.
યોગનો અભ્યાસ શરૂ કરનારને, પૂર્વના સંસ્કારને લીધે, બાહ્ય વિષયો તરફનું વલણ જલદી છૂટતું નથી અને તેથી તેને આત્મસ્વરૂપમાં રમવું મુશ્કેલ લાગે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com