________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[ ૭૯ कुतः पुनरात्मज्ञानमेव बुद्धौ धारयेन्नशरीरादिकमित्याह
यत्पश्यामीन्द्रियैस्तन्मे नास्ति यन्नियतेन्द्रियः ।
अन्तः पश्यामि सानन्दं तदस्तु ज्योतिरुत्तमम् ।। ५१ ।। થઈને કરે.
ભાવાર્થ : જ્ઞાની પોતાના ભાવમનને (ઉપયોગને) આત્મ-જ્ઞાનના કાર્યમાં જ રોકે છે; આત્મજ્ઞાનથી કોઈ અન્ય વ્યવહારિક કાર્યમાં લાંબા વખત સુધી રોકતો નથી. કદાચ પ્રયોજનવશાત્ અર્થાત્ સ્વ-પરના ઉપકારાર્થે અસ્થિરતાને લીધે વચન-કાયદ્વારા આહાર-ઉપદેશાદિ કાર્ય કરવાનો વિકલ્પ આવે, તો તેમાં તેને અતન્મયભાવ વર્તે છે.
વિશેષ ધર્મીને આત્મસંવેદન એ જ મુખ્ય કાર્ય છે. તેમાં જ તે પોતાના ઉપયોગને લગાવે છે. કદાચ લાંબો સમય સ્વરૂપમાં સ્થિર ન રહી શકે અને પ્રયોજનવશાત્ આહાર-ઉપદેશાદિનો વિકલ્પ આવે, તો તે કાર્ય અનાસક્તિ ભાવે (અતન્મય ભાવે) થાય છે. તે કરવાને તેને મનમાં ઉત્સાહ નથી–ભાવના નથી. કાર્યને અંગે શરીર-વાણીની જે ક્રિયા થાય છે તેમાં તેને એકતાબુદ્ધિ કે કર્તા-બુદ્ધિ તો નથી જ, પણ તે ક્રિયા કરવાના વિકલ્પને પણ તે ભલો માનતો નથી. વિકલ્પને તોડી સ્વરૂપમાં સ્થિર થઈ હું શુદ્ધાત્માને ક્યારે અનુભવું, એવી તેને નિરંતર ભાવના હોય છે, આ ભાવનાના બળથી તેનો ઉપયોગ બહારની ક્રિયામાં લાંબો વખત ટકતો નથી, ત્યાંથી હઠી તુરત સ્વ તરફ વળે છે.
જ્ઞાનીને નીચલી ભૂમિકામાં અસ્થિરતાને લીધે રાગ હોય છે અને વચન-કાયની ક્રિયા પ્રત્યે લક્ષ જાય છે, પણ પોતાના જ્ઞાન-સ્વભાવને ભૂલે તેવી તેનામાં આસક્તિ હોતી નથી.
જ્ઞાનીને બાહ્ય વચન-કાયની પ્રવૃત્તિ હોવા છતાં, તેને અંતરંગમાં દઢ માન્યતા છે કે :
હું દેહ-મન-વાણી નથી, હું તેમનો કર્તા નથી, તેમનો કરાવનાર નથી કે અનુમોદનાર નથી.હું કર્યા વિના પણ તેઓ ખરેખર કરાય છે, માટે તેમના કર્તાપણાનો પક્ષપાત છોડી હું આ અત્યંત મધ્યસ્થ છું.'
સમ્યગ્દષ્ટિ ગૃહસ્થને જ્ઞાનચેતનાનું નિરંતર પરિણમન હોય છે, તેથી તે ખાવા-પીવામાં, પાંચ ઇન્દ્રિયોના વિષયો ભોગવવામાં, વ્યાપારમાં લડાઈ વગેરે સંસારના કાર્યોમાં, બાહ્યદષ્ટિએ રોકાયેલા લાગે, છતાં બધી બાહ્ય પ્રવૃત્તિમાં જે જલ-કમલવત્ ન્યાય રહે છે. ૫૦.
અનાસક્ત (અંતરાત્મા) આત્મજ્ઞાનને જ બુદ્ધિમાં ધારણ કરે, શરીરાદિકને નહિ, એમ કેમ બને? તે કહે છે :૧. જુઓ- શ્રી પ્રવચનસાર-ગુ. આવૃત્તિ - ગાથા ૧૬૦ અને ટીકા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com