________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮]
સમાધિતંત્ર नन्वेवमाहारादावप्यन्तरात्मनः कथं प्रवृत्तिः स्यादित्याह
आत्मज्ञानात्परं कार्यं न बुद्धौ धारयेच्चिरम् ।
कुर्यादर्थवशात्किंचिद्वाक्कायाभ्यामतत्परः ।।५०।। टीका- चिरं बहुतरं कालं बुद्धौ न धारयेत्। किं तत् ? कार्य। कथम्भूतम् ? परमन्यत्। कस्मात् ? आत्मज्ञानात्। आत्मज्ञानलक्षणमेव कार्यं बुद्धौ चिरं धारयेदित्यर्थः। परमपिकिञ्चिद् भोजनव्याख्यानादिकं वाक्कायाभ्यां कुर्यात्। कस्मात् ? अर्थवशात् स्वपरोपकारलक्षणप्रयोजनवशात् किं विशिष्ट: ? अतत्परस्तदनासक्तः।। ५०।। અને રમ્ય જણાય છે અને તેમાં જ વાસ્તવિક સુખ ભાસે છે. તેથી તે જગતના પદાર્થોમાં સુખ હોવાનો વિશ્વાસ કેમ કરે? ન જ કરે.
વિશેષ અજ્ઞાની બાહ્ય પદાર્થોના સંયોગમાં સુખ માની તેનો વિશ્વાસ કરે છે, પણ તે સંયોગો પલટતાં યા તેનો વિયોગ થતાં તેના કલ્પેલા સુખનો અંત આવે છે. તે રીતે બાહ્ય સંયોગોના વિશ્વાસે તે છેતરાય-ઠગાય છે. વાસ્તવમાં અનુકૂળ કે પ્રતિકૂળ લાગતા સંયોગોમાં કયાંય સુખ નથી, છતાં તેમાં સુખ માની ઠગાઈ જાય છે.
જ્ઞાનીને પોતાનો આત્મા જ ઇષ્ટ છે-વહાલો છે. તેને જગત-જગતના પદાર્થો વહાલાસુખરૂપ લાગતા નથી. સમકિતી ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય અને હજારો રાણીઓ વગેરેનો સંયોગ હોય છે, પણ તેમાં તેને સુખ માટે સ્વપ્નેય વિશ્વાસ નથી. તેને તો પોતાના ચૈતન્યાત્માનો જ વિશ્વાસ છે અને તેમાં જ સુખ ભાસે છે. તેને “જગત ઇષ્ટ નહિ આભથી.’ ૪૯. એવી રીતે હોય તો આહારાદિમાં પણ અન્તરાત્માની પ્રવૃત્તિ કેમ થાય? તે કહે છે:
શ્લોક ૫૦ અન્વયાર્થ : અન્તરાત્મા (લાત્મજ્ઞાનાત પરં) આત્મજ્ઞાનથી ભિન્ન (ાર્થ) કોઈ કાર્યને (વિર) લાંબા સમય સુધી (વૃદ્ધી) પોતાની બુદ્ધિમાં (૧ ધીરયેત્ ) ધારણ કરે નહિ. જો (અર્થવશ) પ્રયોજનવશાત્ (વાયાભ્યામ્) વચન-કાયથી (વિવિ ) કંઈપણ કરવાનો વિકલ્પ કરે તો તે (તત્પર:) અનાસક્ત થઈ કરે.
ટીકા : ચિર કાળ સુધી એટલે બહુ લાંબા કાળ સુધી બુદ્ધિમાં ધારણ ન કરે. શું તે? કાર્ય કેવું (કાર્ય) ? પર એટલે અન્ય. કોનાથી (અન્ય)? આત્મજ્ઞાનથી (અન્ય). આત્મજ્ઞાનરૂપ કાર્યને જ બુદ્ધિમાં લાંબા વખત સુધી ધારી રાખે એવો અર્થ છે, પરંતુ બીજું કિંચિત્ અર્થાત્ ભોજન-વ્યાખ્યાનાદિકરૂપ કાર્યને વચન-કાયદ્વારા કરે. શાથી? પ્રયોજનવશ અર્થાત્ સ્વ-પરના ઉપકારરૂપ પ્રયોજનવશ (કરે). કેવા થઈને (તે કરે)? અતત્પર થઈને અર્થાત્ તેમાં અનાસક્ત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com