________________
[૭૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર ननु पुत्रकलत्रादिना सह वाक्कायव्यवहारे तु सुखोत्पत्तिः प्रतीयते कथं तत्त्यागो युक्त इत्याह
जगहेहात्मदृष्टिना विश्वास्यं रम्यमेव च ।
स्वात्मन्येवात्मदृष्टिनां क्व विश्वास: क्व वा रतिः ।। ४९।। टीका- देहात्मदृष्टिना बहिरात्मनां जगत् पुत्रकलत्रादिप्राणिगणो विश्वास्यमवञ्जकं। रम्यमेव च रमणीयमेव प्रतिभाति। स्वात्मन्येव स्वस्वरूपे एवात्मदृष्टिनां अन्तरात्मनां क्व विश्वासः क्व वा रतिः ? न क्वापि पुत्रकलत्रादौ तेषां विश्वासो रतिर्वा प्रतिभातीत्यर्थः।। ४९ ।।
અહીં વ્યવહારના ત્યાગનો આચાર્યે નિર્દેશ કર્યો છે. તે એમ સૂચવે છે કે આત્મકાર્ય માટે વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી. ૪૮.
પુત્ર-સ્ત્રી આદિ સાથેના વાણી-કાયના વ્યવહારમાં તો સુખની ઉત્પત્તિની પ્રતીતિ થાય છે, તો તેનો (વ્યવહારનો) ત્યાગ કેવી રીતે યોગ્ય છે? તે કહે છે :
શ્લોક ૪૯ અન્વયાર્થ : (વેદાત્મદદિન) દેહમાં આત્મબુદ્ધિ રાખનાર મિથ્યાદષ્ટિ બહિરાભાઓને (MIT) સ્ત્રી-પુત્ર-મિત્રાદિના સમૂહુરૂપ જગત્ (વિશ્વાન્ચ) વિશ્વાસ કરવા યોગ્ય (૨) અને (રબ્ધ થવ) રમણીય જ ભાસે છે. પરંતુ (સ્વાત્મનિ વાત્મદદિનાં) પોતાના આત્મામાં જ આત્મદષ્ટિ રાખનાર સમ્યગ્દષ્ટિ અંતરાત્માને (વ વિશ્વાસ:) સ્ત્રી-પુત્રાદિરૂપ જગમાં કેમ વિશ્વાસ હોઈ શકે ? (વા) અથવા ( રતિઃ) કેમ રતિ હોઈ શકે ? કદી પણ નહિ.
ટીકા દેહમાં આત્મષ્ટિવાળા બહિરાત્માઓને પુત્ર-ભાર્યાદિ પ્રાણીસમૂહરૂપ જગત્ વિશ્વાસ કરવા યોગ્ય અર્થાત્ અવંચક (નહિ ઠગનારું) તથા રમ્ય જ એટલે રમણીય જ પ્રતિભાસે છે.
સ્વાત્મામાં જ એટલે સ્વસ્વરૂપમાં જ આત્મદષ્ટિવાળા અન્તરાત્માઓને વિશ્વાસ ક્યાં કે રતિ ક્યાં? તેમને પુત્ર-સ્ત્રી આદિમાં ક્યાંય પણ વિશ્વાસ કે રતિ પ્રતિભાસતી નથી-એવો અર્થ છે.
| ભાવાર્થ : જેને દેહમાં આત્મબુદ્ધિ છે તેને સ્ત્રી-પુત્ર-મિત્રાદિરૂપ જગત જ વિશ્વાસયોગ્ય અને રમ્ય-સુખદાયક લાગે છે અને તેથી તે તેમની સાથે વાણી કાયનો વ્યવહાર કરવાનો વિકલ્પ કરે છે.
જ્ઞાનીને સ્ત્રી-પુત્રાદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ નથી, તેમાં તેને વાસ્તવિક સુખ ભાસતું નથી અને તે વિશ્વાસયોગ્ય તથા રમણીય લાગતા નથી, તેથી તેને તેમની સાથે વચન-વ્યવહાર અને શરીર-વ્યવહારનો, અભિપ્રાયમાં, ત્યાગ વર્તે છે. આત્મા જ તેને વિશ્વાસ કરવા યોગ્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com