________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮]
સમાધિતંત્ર टीका- देहे उत्पन्नात्ममतिर्बहिरात्मा। अभिवांछति अभिलषति। किं तत् ? शुभं शरीरं। दिव्यांश्च उत्तमान् स्वर्गसम्बंधिनो वा विषयान्। अन्तरात्मा किं करोतीत्याह-तत्त्वज्ञानी ततश्चयुतिम्। तत्त्वज्ञानी विवेकी अन्तरात्मा। तत: शरीरादेः। च्युतिं व्यावृत्तिं मुक्तिरूपां વિછતા કરતા
વિશેષ જે અજ્ઞાની ઇન્દ્રિયોના વિષયોની અને સ્વર્ગનાં સુખની ઈચ્છાથી વ્રત-તપાદિ આચરે છે, તે તો મિથ્યાદષ્ટિ જ છે, કારણ કે તેના અભિપ્રાયમાં શુભ રાગના ફલસ્વરૂપ વિષયોની જ વાંછના છે. તેનાં વ્રત-તપાદિ ભોગહેતુએ જ છે.
તે ભોગના નિમિત્તરૂપ ધર્મને જ શ્રદ્ધા છે, તેની જ પ્રતીત કરે છે, તેની જ રુચિ કરે છે અને તેને જ સ્પર્શે છે, પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ.
તે કર્મથી છૂટવાના નિમિત્તરૂપ, જ્ઞાનમાત્ર, ભૂતાર્થ (સત્યાર્થ) ધર્મને નથી શ્રદ્ધાંતો ભોગના નિમિત્તરૂપ, શુભકર્મમાત્ર, અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધ છે; તેથી જ તે અભૂતાર્થ ધર્મમાં શ્રદ્ધાન, પ્રતીત, રુચિ અને સ્પર્શનથી ઉપરના રૈવેયક સુધીના ભોગ-માત્રને પામે છે, પરંતુ કદાપિ કર્મથી છૂટતો નથી...”
જ્ઞાની તો શુદ્ધાત્મસ્વરૂપની જ ભાવના કરે છે. તે વિષય-સુખોની સ્વપ્ન પણ ભાવના કરતો નથી. તેને વ્રત-તપાદિનો શુભ રાગ ભૂમિકાનુસાર આવે, પણ તેને તેની વાંછના નથી, અભિપ્રાયમાં તેનો નિષેધ વર્તે છે. જેને રાગની ભાવના જ ન હોય તેને રાગના ફલરૂપ વિષયોની પણ ઈચ્છા કેમ હોય? ન જ હોય.
જેમ કોઈને ઘણો દંડ થતો હતો તે હવે થોડો દંડ આપવાનો ઉપાય રાખે છે તથા થોડો દંડ આપીને હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો દંડ આપવો અનિષ્ટ માને છે, તેમ સમ્યગ્દષ્ટિને પાપરૂપ ઘણો કષાય થતો હતો, તે હવે પુણ્યરૂપ થોડો કષાય કરવાનો ઉપાય રાખે છે તથા થોડો કષાય થતાં હર્ષ પણ માને છે, પરંતુ શ્રદ્ધાનમાં તો કષાયને હુંય જ માને છે. વળી જેમ કોઈ કમાણીનું કારણ જાણી વ્યાપારાદિકનો ઉપાય રાખે છે, ઉપાય બની આવતાં હર્ષ પણ માને છે, તેમ દ્રવ્યલિંગી મોક્ષનું કારણ જાણી પ્રશસ્ત રાગનો ઉપાય રાખે છે, ઉપાય બની આવતાં હર્ષ પણ માને છે. એ પ્રમાણે પ્રશસ્ત રાગના ઉપાયમાં વા તેના હર્ષમાં સમાનતા હોવા છતાં પણ સમ્યગ્દષ્ટિને તો દંડ સમાન તથા મિથ્યાદષ્ટિને વ્યાપાર સમાન શ્રદ્ધાન હોય છે. માટે એ બંનેના અભિપ્રાયમાં ભેદ થયો.૨ ૪૨.
૧. તે ધર્મને શ્રદ્ધ, પ્રતીત રુચિ અને સ્પર્શન કરે, તે ભોગહેતુ ધર્મને, નહિ કર્મક્ષયના હેતુને.............(૨૭૫)
(શ્રી સમયસાર ગુ. આવૃત્તિ-ગા. ૨૭૫ અને ટીકા) ૨. મોક્ષમાર્ગ પ્રકાશક-ગુ. આવૃત્તિ-પૂ. ૨૫૦-૨૫૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com