________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[ ૬૭ तच्च कुर्वाणो बहिरात्मा अन्तरात्मा च किं करोतित्याह
शुभं शरीरं दिव्यांश्च विषयानभिवांछति ।
उत्पन्नात्ममतिदेहे तत्त्वज्ञानी ततश्चयुतिम् ।। ४२।। મિથ્યાદષ્ટિ જીવ આત્મજ્ઞાન વિના કરોડો જન્મ સુધી તપ કરીને જેટલાં કર્મોનો અભાવ કરે તેટલાં કર્મોનો નાશ, જ્ઞાની પોતાના મન-વચન-કાયનો નિરોધ કરી ક્ષણવારમાં સહજ કરી દે છે. આત્મજ્ઞાન વિના પંચ મહાવ્રત પાળીને-મુનિ થઈને તે નવમી રૈવેયક સુધી દેવલોકમાં અનંત વાર ગયો પણ જરાય સુખ ન પામ્યો. '
અજ્ઞાની જીવની ક્રિયા સંસારને માટે સફળ છે ને મોક્ષને માટે નિષ્ફળ છે અને જ્ઞાનની જે ધર્મક્રિયા છે તે સંસારને માટે નિષ્ફળ છે અને મોક્ષને માટે સફળ છે. * ૪૧. તે (તપશ્ચર્યા) કરનાર બહિરાત્મા અને અન્તરાત્મા શું કરે છે તે કહે છે:
શ્લોક ૪૨ અન્વયાર્થ : (ફેરે ઉત્પનાત્મમતિ:) દેહમાં જેને આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે એવો બહિરાત્મા (તપદ્વારા) (શુમ શરીર) સુન્દર શરીર (વિવ્યાન વિષયાન વે) અને સ્વર્ગના વિષયભોગોની (મિતિ ) વાંછા કરે છે અને (તત્ત્વજ્ઞાની) જ્ઞાની અંતરાત્મા (તત:) તેનાથી એટલે શરીરાદિ અને વિષય-ભોગોથી (વ્યતિમ્ ) છૂટવાની ભાવના કરે છે.
ટીકા : દેહમાં જેને આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે તે બહિરાત્મા વાંછા કરે છે-અભિલાષા કરે છે. કોની (વાંછા કરે છે ? શુભ (સુંદર) શરીર અને દિવ્ય એટલે ઉત્તમ સ્વર્ગસંબંધી વિષયોની ( દિવ્ય વિષય-ભોગોની) અભિલાષા કરે છે.
અંતરાત્મા શું કરે છે તે કહે છે-તત્ત્વજ્ઞાની તેનાથી સ્મૃતિ વાંછે છે અર્થાત્ તત્ત્વજ્ઞાની એટલે વિવેકી અન્તરાત્મા, તેનાથી એટલે શરીરાદિથી મુક્તિરૂપ (છૂટકારારૂપ ) મ્યુતિની એટલે વ્યાવૃત્તિની વાંછા કરે છે.
ભાવાર્થ : શરીરાદિમાં આત્મબુદ્ધિ કરનાર બહિરાભા તપાદિદ્વારા સુંદર શરીર અને સ્વર્ગીય વિષય-ભોગોની વાંછા કરે છે અને ભેદજ્ઞાની અંતરાત્મા તો બાહ્ય શરીર-વિષયાદિની વાંછાથી ટ્યુત થઈ, એટલે તેનાથી વ્યાવૃત્ત થઈ, આત્મસ્વરૂપમાં ઠરવા માગે છે.
પં. શ્રી દૌલતરામજી કૃત “છાહઢાલા” - ૪/૪ કોટિ જન્મ તપ તપે, જ્ઞાન વિન કર્મ ઝરેં જે, જ્ઞાની કે છિનમાંહિં, ત્રિપ્તિ સહજ ટર્ટે તે; મુનિવ્રત ધાર અનંતવા૨ ગ્રીવક ઉપજાય, પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાય....(૪/૪) જાઓ. શ્રી પ્રવચનસાર-ગાથા ૧૧૬ ની ટીકા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
૨.