________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
तत्त्वज्ञानीतरयोर्बन्धकत्वाबन्धकत्वे दर्शयन्नाह
परत्राहम्मतिः स्वस्माच्च्युतो बध्नात्यसंशयम् । स्वस्मिन्नहम्मतिच्युत्वा परस्मान्मुच्यते बुधः ।। ४३ ।।
[ ૬૯
टीका- परत्र शरीरादौ अहम्मतिरात्मबुद्धिर्बहिरात्मा। स्वस्मादात्मस्वरूपात्। च्युतो भ्रष्टः सन्। बध्नाति कर्मबन्धनबद्धं करोत्यात्मानं । असंशयं यथा
તત્ત્વજ્ઞાની (અન્તરાત્મા ) અને ઇતર (બહિરાત્મા ) માં ( અનુક્રમે ) કર્મનું અબંધપણું અને કર્મનું બંધપણું દર્શાવી કહે છે :
શ્લોક ૪૩
અન્વયાર્થ : (પત્ર અહમ્મતિ:) શરીરાદિ ૫૨ પદાર્થોમાં જેને આત્મબુદ્ધિ છે તે બહિરાત્મા (સ્વસ્માત્) પોતાના આત્મસ્વરૂપથી ( વ્યુત: ) ભ્રષ્ટ થઈ (અસંશયમ્) નિઃસંદેહ ( વષ્રાતિ ) કર્મ બાંધે છે અને (સ્વસ્મિન્ અઇમ્મતિ:) જેને પોતાના આત્મસ્વરૂપમાં આત્મબુદ્ધિ છે તે ( વુધ: ) અન્તરાત્મા ( પરમાત્) શરીરદિ પરના સંબંધથી (વ્યુત્પા) ચ્યુત થઈ (મુચ્યતે) કર્મબંધનથી મુક્ત થાય છે.
ટીકાઃ ૫રમાં એટલે શરીરાદિમાં અહંબુદ્ધિ આત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા, સ્વથી અર્થાત્ આત્મસ્વરૂપથી ચ્યુત (ભ્રષ્ટ) થઈને બાંધે છે-આત્માને કર્મબંધનથી બાંધે છે, નિઃસંશયપણે અર્થાત્ નિયમથી બાંધે છે–એવો અર્થ છે.
પોતાનામાં એટલે આત્મસ્વરૂપમાં અહંબુદ્ધિવાળો બુધ એટલે અંતરાત્મા, ૫૨થી એટલે શરીરાદિથી ચ્યુત થઈને અર્થાત્ પૃથક્ થઈને મુક્ત થાય છે અર્થાત્ સર્વકર્મબંધનથી રહિત થાય છે
ભાવાર્થ : બહિરાત્મા પોતાનું શુદ્ધાત્મસ્વરૂપ ભૂલીને શરીરાદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે, તેથી તેને જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે અને અંતરાત્મા શરીરાદિ પર પદાર્થો સાથેનો સંબંધ તોડી પોતાના ચિદાનંદસ્વરૂપ સાથે આત્મબુદ્ધિપૂર્વક સંબંધ જોડે છે, તેથી તે કર્મબંધનથી છૂટી જાય છે.
વિશેષ
અજ્ઞાનતાવશ જીવ શરીરાદિ પર પદાર્થોમાં અહંબુદ્ધિ, મમકાર બુદ્ધિ, કર્તા-ભોક્તાબુદ્ધિ આદિ કરી, રાગ-દ્વેષ કરે છે અને રાગ-દ્વેષના નિમિત્તે તેને કર્મનો બંધ થાય છે. બાહ્ય પદાર્થો બંધનું કારણ છે જ નહિ. તેમાં મિથ્યા-ભ્રાન્તિજનિત મમત્વભાવ એ જ સંસાર-બંધનું કારણ છે. અજ્ઞાનીને પોતાના ચૈતન્યસ્વરૂપની અસાવધાની છે, તેથી તેને ૫૨ પદાર્થોમાં આત્મ-ભ્રાન્તિ ચાલુ રહે છે અને તેના ફલરૂપે કર્મબંધ પણ થયા જ કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com