________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
૫૮] किं पुनस्तत्त्वशब्देनोच्यत इत्याह
अविक्षिप्तं मनस्तत्त्वं विक्षिप्तं भ्रान्तिरात्मनः ।
धारयेत्तदविक्षिप्तं विक्षिप्तं नाश्रयेत्ततः ।। ३६ ।। टीका- अविक्षिप्तं रागाद्यपरिणतं देहादिनाऽऽत्मनोऽभेदाध्यवसायपरिहारेण स्वस्वरूप एव निश्चलतां गतम्। इत्यं भूतं मनः तत्त्वं वास्तवं रूपमात्मनः। विक्षिप्तं उक्तविपरीतं मनोभ्रान्तिरात्मस्वरूपं न भवति। यत एवं तस्मात् धारयेत्। किं तत् ? मनः। कथम्भूतम् ? अविक्षिप्तम्। विक्षिप्तं पुनस्तत् नाश्रयेन्न धारयेत्।। ३६।।
હોય તો પણ ચિત્ત મલિન થતું નથી. આવો જીવ સ્વરૂપમાં લીન થઈ અકથ્ય આનંદ-શાન્તિ અનુભવે છે, પરંતુ બાહ્ય પદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના કરી જેનું ચિત્ત રાગ-દ્વેષાદિ કષાયોથી આકુલિત થાય છે તેને શુદ્ધાત્માનો આનંદ આવતો નથી; અર્થાત્ તેને શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. ૩૫.
વળી તત્ત્વ શબ્દથી શું કહેવા માગે છે તે કહે છે :
શ્લોક ૩૬ અન્વયાર્થ : (વિશિષ) અવિક્ષિત (મન:) મન છે તે (નાત્મ: તત્ત્વ) આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે અને (વિક્ષિપ્ત) વિક્ષિત મન છે તે (નાત્મન: શ્રાન્તિ) આત્મ-વિભ્રમ છે (તત:) તેથી (તમ્ વિક્ષિપ્ત) તે અવિક્ષિપ્ત મનને (ધીરયેત્ ) ધારણ કરવું અને (વિક્ષિપ્ત) વિક્ષિત મનનો (ન ગાશ્રયે ) આશ્રય કરવો નહિ.
ટીકા : અવિક્ષિત એટલે રાગાદિથી અપરિણત-દાદિ સાથે આત્માના અભેદ (એકરૂપ) ના અધ્યવસાય (મિથ્યા અભિપ્રાય) નો પરિહાર કરીને સ્વ-સ્વરૂપમાં જ નિશ્ચલ (સ્થિર) થઈ ગએલું એવું મન તે આત્મ-તત્ત્વ એટલે આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે.
વિક્ષિત એટલે ઉપર કહ્યું તેનાથી વિપરીત (અર્થાત રાગાદિથી પરિણત તથા દેહ અને આત્માના ભેદજ્ઞાનથી રહિત) મન તે (આત્મ) ભ્રાન્તિ છે, તે આત્માનું સ્વરૂપ નથી; માટે (તેને-અવિક્ષિપ્ત મનને) ધારણ કરવું. તેને એટલે કોને? મનને; કેવા (મનને)? અવિક્ષિપ્ત (મનને ); પરંતુ તે વિક્ષિપ્ત (મનને) ધારણ કરવું નહિ તેનો આશ્રય કરવો નહિ.
ભાવાર્થ : જે મન રાગદ્વેષથી વિક્ષિપ્ત થતું નથી–આકુલિત થતું નથી, દેહાદિમાં આત્મબુદ્ધિ કરતું નથી અને આત્મ-સ્વરૂપમાં નિશ્ચલ રહે છે તે આત્મ-તત્ત્વ છે-આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. જે મન રાગદ્વેષાદિરૂપે પરિણમે છે-તેનાથી વિક્ષિપ્ત થાય છે; દેહ અને આત્માના ભેદ-શાનથી રહિત છે અને આત્મસ્વરૂપમાં સ્થિર થતું નથી તે આત્મ-ભ્રાન્તિ છે, આત્માનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com