________________
[ ૫૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર खेदं गच्छतामात्मस्वरूपोपलम्भाभावं दर्शयन्नाह
रागद्वेषादिकल्लोलैरलोलं यन्मनोजलम् ।
स पश्यत्यात्मनस्तत्त्वं स तत्त्वं नेतरो जनः ।।३५।। टीका- रागद्वेषादय एव कल्लोलास्तैरलोलमचञ्जलमकलुषं वा। यन्मनोजलं मन एव जलं मनोजलं यस्य मनोजलम् यन्मनोजलम्। स आत्मा। पश्यति। आत्मनस्तत्त्वमात्मनः स्वरूपम्। स तत्त्वम्। स आत्मदर्शी तत्त्वं परमात्मस्वरूपम्। नेतरो जनः ( रागादिपरिणतः બન:) તત્ત્વ ન આવતા રૂા ખેદ પામનારાઓને આત્મસ્વરૂપની પ્રાપ્તિનો અભાવ દર્શાવતાં કહે છે કે –
શ્લોક ૩૫ અન્વયાર્થ : (યન્સનો નનન) જેનું મનરૂપી જલ (રાષિાવિનોર્ન:) રાગ-દ્વેષાદિ તરંગોથી (નોનં) ચંચલ થતું નથી, (સ:) તે (જ્ઞાત્મિન: તત્ત્વ) આત્માના યથાર્થ સ્વરૂપને (પુણ્યતિ) દેખે છે-અનુભવે છે. (તત તત્ત્વ) તે આત્મ-તત્ત્વને (ફત૨: :) બીજો માણસરાગ-દ્વેષાદિથી આકુલિત ચિત્તવાળો માણસ (ન પશ્યતિ) દેખી શક્તો નથી.
ટીકા : રાગદ્વેષાદિ એ જ કલ્લોલો (તરંગો) છે, તેનાથી અલોલ-અચંચલ-અકલુષ જેનું મનરૂપી જલ છે [–મન એ જ જલ તે મનોજલ,-જેનું મનોજલ છે-] તે આત્મા, આત્માના તત્ત્વને એટલે પરમાત્મસ્વરૂપને દેખે છે (અનુભવે છે, ) અર્થાત્ [તે તત્ત્વને] તે એટલે આત્મદર્શી તત્ત્વને એટલે પરમાત્મસ્વરૂપને (અનુભવે છે, ) બીજો કોઈ જન અર્થાત્ રાગાદિપરિણત અન્ય [ સનાત્મર્શી] જન તત્ત્વને અનુભવી શક્તો નથી.
ભાવાર્થ : જેનું મન રાગદ્વેષાદિ વિકલ્પોથી આકુલિત-ચલિત થતું નથી તે આત્માના યથાર્થ સ્વરૂપને-પરમાત્મસ્વરૂપને અનુભવે છે; બીજો કોઈ રાગદ્વેષાદિથી આકુલિત-અનાત્મદર્શી જન તેને અનુભવી શક્તો નથી.
જેમ તરંગોથી ઊછળતા પાણીમાં અંદર રહેલી વસ્તુ દેખાતી નથી, તેમ રાગ-દ્વેષાદિરૂપ તરંગોથી-વિકલ્પોથી ચંચલ બનેલા મનરૂપી જલમાં અર્થાત્ જ્ઞાનજલમાં આત્મ-તત્ત્વ દેખાતું નથી. નિર્વિકલ્પ દશામાં જ આત્મ-દર્શન થાય છે; સવિકલ્પ દશામાં આત્માનુભવ થતો નથી.
વિશેષ વસ્તુસ્વરૂપ સમજી અતીન્દ્રિય આત્મસ્વરૂપની સન્મુખ થતાં રાગદ્વેષાદિ વિકલ્પો સ્વયં શાન્ત થઈ જાય છે. તેને શમાવવા માટે આત્મ-સન્મુખતા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઉપયોગ અંતર્મુખ થતાં રાગદ્વેષાદિનો અભાવ થાય છે, નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે અને પરમાત્મતત્ત્વનો આનંદ અનુભવમાં આવે છે. તે વખતે બહારની ગમે તેવી અનુકૂળતા કે પ્રતિકૂળતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com