________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
પ૬] परमप्रसत्तिस्तेन निर्वृत्तः सुखीभूतः सन्। तपसा द्वादशविधेन कृत्वा। दुष्कृतं घोरं भुञ्जानोऽपि दुष्कर्मणो रौद्रस्य विपाकमनुभवन्नपि। न खिद्यते न खेदं गच्छति।।३४।।
ભાવાર્થ : જેને આત્મા અને શરીરનું ભેદજ્ઞાન વર્તે છે, તે ચૈતન્યસ્વરૂપમાં એકાગ્ર થઈ અતીન્દ્રિય આનંદમાં ઝૂલતો હોવાથી તેને સહેજે ઉપવાસાદિ બાર પ્રકારનાં તપ હોય છે. તેનાથી તેને મનમાં ખેદ થતો નથી અને તપશ્ચરણના કાળે ઘોર દુષ્કર્મના ફલસ્વરૂપ બાહ્ય રોગાદિ કે ઉપસર્ગાદિનાં કારણો ઉપસ્થિત હોવા છતાં, તેના આનંદમાં બાધા આવતી નથી, અર્થાત્ તે ખેદખિન્ન થતો નથી.
વિશેષ જેમ સુવર્ણ, અગ્નિથી તસ હોવા છતાં, તેના સુવર્ણપણાને છોડતું નથી, તેમ જ્ઞાની કર્મના ઉદયથી તસ હોવા છતાં પોતાના જ્ઞાનીપણાને છોડતો નથી."
સાધકની નીચલી દશામાં સમ્યગ્દષ્ટિને રોગ, ઉપસર્ગાદિ આવી પડે તો અસ્થિરતાના કારણે તેને થોડી આકુલતા થાય છે અને તેના પ્રતિકારની પણ તે ઈચ્છા કરે છે, પરંતુ શ્રદ્ધાજ્ઞાનમાં શરીર પ્રત્યેના મમત્વભાવનો અભાવ હોઈ તેને તેનું સ્વામીત્વ હોતું નથી. તે તો ફક્ત તેનો જ્ઞાતા-દષ્ટા રહે છે, તેથી સ્વભાવદષ્ટિના બળે તે જેમ જેમ આત્મસ્વરૂપમાં સ્થિરતા પામે છે, તેમ તેમ તેને વીતરાગતા વધતી જાય છે અને રાગ-દ્વેષાદિનો અભાવ થતો જાય છે, એટલે જેટલે અંશે વીતરાગતા પ્રગટે છે તેટલે અંશે આકુલતાનો અભાવ થાય છે એમ સમજવું.
સ્વરૂપમાં ઠરવું અને ચૈતન્યનું નિર્વિકલ્પપણે પ્રતપવું અર્થાત્ આત્માની શુદ્ધ પર્યાયમાં વીર્યનું ઉગ્ર પ્રતપન તે તપે છે. આવી સમજણ અને સ્વરૂપાચરણના કારણે જ્ઞાની ઉદયમાં આવેલા પ્રતિકૂળ સંયોગોથી ખેદખિન્ન થતો નથી.
મુનિ મન-વચન-કાયની નિશ્ચલ ગુણિદ્વારા આત્મ-ધ્યાનમાં એટલા લીન થઈ જાય છે કે તેમની સ્થિર મુદ્રા દેખી, પશુઓ તેમના શરીરને પથ્થર સમજી ખૂજલી ખંજવાળે છે, છતાં તેઓ પોતાના ધ્યાનમાં નિશ્ચલ રહે છે.?
માટે અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા જ્ઞાનીઓને તપશ્ચર્યાદિનું કષ્ટ લાગતું નથી. ૩૪. ૧. જ્યમ અગ્નિ-તસ સુવર્ણ પણ નિજ સ્વર્ણભાવ નહીં તજે, ત્યમ કર્મ-ઉદયે તસ પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તને.
(શ્રી સમયસાર, ગુ. –આ. -ગાથા ૧૮૪). સહજ નિશ્ચયનયાત્મક પ૨મસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે; નિજ સ્વરૂપમાં અવિચલ સ્થિતિરૂપ સહજ નિશ્ચય ચારિત્ર આ તપથી હોય છે.'
(શ્રી સમયસાર, ગાથા. -૫૧-૫૫ ની ટીકા) “સમ્યક પ્રકાર નિરોધ મન-વચ-કાય-આતમ ધ્યાવત, તિન સુથિર મુદ્રા દેખિ, મૃગ-ગણ ઉપલ ખાજ ખુજાવતે ” (છહઢાલા-૬/૫)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com