________________
[ ૫૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર ननु परमतपोऽनुष्ठायिनां महादुःखोत्पत्तितो मनः खेदसद्भावात्कथं निर्वाणप्राप्तिरिति वदन्तं प्रत्याह
आत्मदेहान्तरज्ञानजनिताहादनिर्वृतः ।
तपसा दुष्कृतं घोरं भुञ्जानोऽपि न खिद्यते ।।३४।। टीका- आत्मा च देहश्च तयोरन्तरज्ञानं भेदज्ञानं तेन जनितश्चासावाहादश्च
વિશેષ જ્ઞાનસ્વરૂપ આત્માના ભાન વિના જીવ ભલે વ્રત-તપ-નિયમ-શીલાદિ આચરે તો પણ તે કર્મબંધનથી છૂટશે નહિ-નિર્વાણ પામશે નહિ.'
આત્મભાન વિના અજ્ઞાની જે તપાદિ કરે છે તે બધો કાય-કલેશ છે. તેનાથી ચૈતન્યની શાંતિનું વેદન નથી. તે ખરેખર તપ નથી પણ તાપ' છે-કલેશ છે. તેનાથી મુક્તિની પ્રાપ્તિ કદી થતી નથી, પરંતુ જેનાથી ચૈતન્યનું પ્રતપન હોય, ચૈતન્યના આનંદનો અનુભવ હોય તે જ ખરું તપ છે. તેનાથી જ નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
માટે પ્રથમ ભેદ-જ્ઞાનદ્વારા સ્વાત્માનું જ અવલંબન કરી તેમાં જ લીનતા કરવી તે જ એક નિર્વાણ-પ્રાતિનો ઉપાય છે. બીજા બધા ઉપાય જૂઠા છે, દુઃખદાયક છે અને સંસારનું કારણ છે. ૩૩.
પરમ તપ કરનારાઓને મહાદુઃખની ઉત્પત્તિ થવાથી તથા મનમાં ખેદ થવાથી નિર્વાણની પ્રાપ્તિ કેમ સંભવે? એવી શંકા કરનાર પ્રતિ કહે છે:
શ્લોક ૩૪ અન્વયાર્થ : (નાત્મવેદાન્તરજ્ઞાનેનનિતાની નિવૃત્ત:) આત્મા અને દેહના ભેદવિજ્ઞાનથી ઉત્પન્ન થએલા આહલાદથી જે આનંદિત છે તે (તપસT) તપદ્વારા (ઘોર ટુચ્છi) ભયાનક દુષ્કર્મો (મુંનાન: પિ) ભોગવતો હોવા છતાં (ન વિદ્યતે) ખેદ પામતો નથી.
ટીકા : આત્મા અને દેહ-તે બંનેના અંતરજ્ઞાન-ભેદજ્ઞાનથી જે આફ્લાદ અર્થાત્ પરમ પ્રસન્નતા (પ્રશાન્તિ ) ઉત્પન્ન થાય છે તેનાથી આનંદિત એટલે સુખી થઈને, બાર પ્રકારના તપે કરી ઘોર દુષ્કર્મને ભોગવતો છતાં અર્થાત્ ભયાનક દુષ્કર્મના વિપાકને (ફલને) અનુભવતો હોવા છતાં, તે ખિન્ન થતો નથી-ખેદ પામતો નથી.
પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ધરે, સઘળુંય તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. (૧૫) વ્રત-નિયમને ધારે ભલે, તપ-શીલને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય, તે નિર્વાણ-પ્રાપ્તિ નહિ કરે. (૧૫૩) (શ્રી સમયસાર ગુ. આવૃત્તિ-ગાથા ૧૫૨, ૧૫૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com