________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪].
સમાધિતંત્ર एवमात्मानं शरीराद्भिन्नं यो न जानाति तं प्रत्याह
यो न वेत्ति परं देहादेवमात्मानमव्ययम् ।
लभते स न निर्वाणं तप्त्वाऽपि परमं तपः ।। ३३ ।। टीका- यः प्रतिपन्नाददेहात्परं भिन्नमात्मानमेवमुक्तप्रकारेण न वेत्ति। किं विशिष्टम्। अव्ययं अपरित्यक्तानन्तचतुष्टयस्वरूपम्। स प्रतिपन्नान्न निर्वाणं लभते। किं कृत्वा ? तप्त्वाऽपि। किं तत् ? परमं तपः।।३३।। કરણ (સાધન) જુદાં નથી; પ્રજ્ઞા એક જ કરણ છે, તે વડે જ આત્માને ભિન્ન કરાય છે અને તે વડે જ તેને ગ્રહણ કરાય છે.'
અહીં સાધ્ય સાધન એક જ છે. “ભિન્ન ભિન્ન નથી—એમ બતાવ્યું છે. ૩ર. એવી રીતે આત્માને શરીરથી ભિન્ન જે જાણતો નથી તેના પ્રતિ કહે છે:
શ્લોક ૩૩ અન્વયાર્થ : (i) ઉક્ત પ્રકારે (:) જે (વ્યયં) અવિનાશી (માત્માનં) આત્માને (વેડા) શરીરથી (પરં ન વેત્તિ) ભિન્ન જાણતો નથી (સ:) તે (પરમં તા: તત્ત્વાgિ) ઘોર તપશ્ચરણ કરવા છતાં (નિર્વાનં ) મોક્ષ (ન નમતે) પ્રાપ્ત કરતો નથી.
ટીકા : જે પ્રાપ્ત થયેલા દેહથી આત્માને, એ રીતે-ઉક્ત પ્રકારે ભિન્ન જાણતો નથી, કેવા આત્માને? અવ્યય અર્થાત્ જેણે અનંત ચતુષ્ટય સ્વરૂપનો ત્યાગ કર્યો નથી તેવા (આત્માને), તે પ્રાપ્ત થયેલા દેથી નિર્વાણ પામતો નથી. શું કરીને? તપ્યા છતાં, શું તપીને? પરમ તપને.
ભાવાર્થ :- જે જીવ અવિનાશી આત્માને દેહથી ભિન્ન જાણતો નથી–અનુભવતો નથી, તે ઘોર તપ કરે તો પણ સમ્યકત્વ કે નિર્વાણને પામતો નથી.
આત્મા અવિનાશી ચૈતન્યસ્વરૂપ જ્ઞાનાનંદમય છે અને શરીર ઇન્દ્રિયાદિ અચેતન-જડ છે. બન્નેનાં લક્ષણ ભિન્ન ભિન્ન છે, તેથી તેઓ એકબીજાથી ભિન્ન છે. આમ જે જીવ જાણતો નથી તે અજ્ઞાની છે, સ્વ-પરના ભેદ-વિજ્ઞાનથી રહિત છે. શરીરાદિ જડ ક્રિયાને જીવ કરી શકે છે એમ માની તે રાગ-દ્વેષ કરે છે અને તેથી ઘોર તપ કરવા છતાં તે ધર્મ પામતો નથી.
૧.
જુઓ : શ્રી સમયસાર ગુ. આવૃત્તિ-ગાથા ૨૯૪, ૨૯૬“પ્રજ્ઞા છીણી થકી છેદતાં, બન્ને જુદા પડી જાય છે.”(૨૯૪)
“પ્રજ્ઞાથી જેમ જુદો કર્યો, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે.” (૨૯૬)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com