________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[ ૫૩ एतदेव दर्शयन्नाह
प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितम् ।
बोधात्मानं प्रपन्नोऽस्मि परमानन्दनिर्वृतम् ।। ३२।। टीका- मामात्मानमहं प्रपन्नोऽस्मि भवामि किं कृत्वा ? प्रच्याव्य व्यावृत्य केभ्यः ? विषयेभ्यः। केन कृत्वा ? मयैवात्मस्वरूपेणैव करणात्मना। क्व स्थितं माम् प्रपन्नोऽहं ? मयि स्थितं आत्मस्वरूप एव स्थितम्। कथम्भूतं मां? बोधात्मानं ज्ञानस्वरूपम् । पुनरपि कथम्भूतम् ? परमानन्दनिर्वृतं परमश्चासावानन्दश्च सुखं तेन निवृतं सुखीभूतम् अथवा परमानन्दनिर्वृतोऽहम्।।३२।।
ટીકા : હું મને એટલે મારા આત્માને પ્રાપ્ત થયો છું. શું કરીને? (મારા આત્માને ) છોડાવીને-પાછો વાળીને, શાનાથી? વિષયોથી. શા વડે કરીને ? મારા જ વડ એટલે કરણ (સાધન) રૂપ આત્મસ્વરૂપ વડે જ; ક્યાં રહેલા એવા મને હું પ્રાપ્ત થયો છું? મારામાં રહેલાને અર્થાત્ આત્મસ્વરૂપમાં જ રહેલાને. કેવા મને? બોધાત્માને એટલે જ્ઞાનસ્વરૂપને. વળી કેવા મને? પરમ આનંદથી નિવૃત્ત ( રચાયેલા) ને-પરમ આનંદ એટલે સુખ, તેનાથી નિવૃત્ત (રચાયેલા)-સુખ થએલાને (એવા મને એટલે આત્માને પ્રાપ્ત થયો છું ); અથવા, હું પરમ આનંદથી નિવૃત્ત ( પરિપૂર્ણ ) છું.
| ભાવાર્થ : બાહ્ય ઇન્દ્રિયોના વિષયોથી મારા આત્માને છોડાવીને મારામાં રહેલા પરમ આનંદથી પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ આત્માને, હું મારા જ પુરુષાર્થથી પામ્યો છું.
વિશેષ આ શ્લોકમાં “નયા છવ' અને “મરિ સ્થિત'—એ શબ્દો બહુ અર્થસૂચક છે તે બતાવે છે કે પરમાત્મપદ મારામાં-આત્મામાં છે, બીજે બહાર કોઈ ઠેકાણે નથી અને તે પદ હું આત્મ સન્મુખ થઈને પુરુષાર્થ કરું તો જ પ્રાપ્ત થાય, બીજા કોઈ બાહ્ય સાધનથી કે કોઈની કૃપાથી તે પ્રાપ્ત થાય નહિ. પરમાત્મપદની પ્રાપ્તિ માટે તે સ્વાવલંબનનું ગ્રહણ અને પરાવલંબનનો ત્યાગ સૂચવે છે.
વળી આચાર્ય દર્શાવ્યું છે કે આત્મસ્વરૂપની પ્રાપ્તિ મેં મારા આત્મબળ વડે જ કરી છે. એમ પોતાનો આત્મવૈભવ બતાવી મુમુક્ષુ જીવોને પ્રેરણા કરી છે કે, “તમે પણ સ્વત: એટલે પોતાના આત્મસામર્થ્યથી જ પરમ પદની પ્રાપ્તિ કરો.'
આત્મા અને પરપદાર્થોને (ઇન્દ્રિયોના વિષયોને) ભિન્ન કરવામાં અને આત્માને ગ્રહણ કરવામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com