________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨]
સમાધિતંત્ર
હું જ મારા વડે ઉપાસના કરવા યોગ્ય-આરાધવા યોગ્ય છું, બીજો કોઈ મારા વડે ઉપાસવા યોગ્ય નથી. એવી સ્થિતિ છે-અર્થાત્ એવું સ્વરૂપ જ છે-એવી આરાધ્ય-આરાધકની વ્યવસ્થા છે.
66
ભાવાર્થ : અંતરાત્મા વિચારે છે કે, “મારો અંતરાત્મા સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે. વાસ્તવમાં તે અરિહંત અને સિદ્ધ સમાન છે અર્થાત્ પરમાત્મા છે. તેની અભેદપણે ઉપાસના કરવાથી હું પોતે જ ૫રમાત્મા થઈ શકું તેમ છું. માટે હું જ (મારો શુદ્ધાત્મા જ) મારે પોતાને ઉપાસ્ય છું; બીજો કોઈ ઉપાસના કરવા યોગ્ય નથી. હું પોતે જ ઉપાસ્ય અને ઉપાસક છું.'
વિશેષ
“ખરેખર અદ્વૈતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે, કારણ કે બન્નેમાં નિશ્ચયથી તફાવત નથી.
૧
જ્યારે અંતરાત્મા પોતાને સિદ્ધ સમાન શુદ્ધ, બુદ્ધ અને જ્ઞાતા-દષ્ટારૂપ અનુભવે છે અને અભેદ ભાવનાના બળે શુદ્ધાત્મસ્વરૂપમાં તન્મય થઈ જાય છે ત્યારે તે સર્વ કર્મ-બંધનથી મુક્ત થઈ ૫રમાત્મા બની જાય છે તેટલા માટે પોતે ઉપાસક અને પોતાનું શુદ્ધાત્મસ્વરૂપ ઉપાસ્ય છે, એમ સમજી અને નિર્ણય કરી અંતર્મુખ થઈને પોતાના સ્વસંવેદન જ્ઞાન વડે નિજ શુદ્ધાત્માની ઉપાસના કરવી તે પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય છે.
‘સિદ્ધ સમાન સદા પદ મેરો '–સિદ્ધના જેવું જ પરિપૂર્ણ મારું સ્વરૂપ શક્તિરૂપે છે. પરમાત્મપદ બહારમાં નથી. તે તો મારામાં જ છે, એવી નિરંતર ભાવનાના બળથી આત્મા પરમાત્મા બની શકે છે. તેવી તેની શક્તિ છે. જે આ શક્તિનું શ્રદ્ધા-જ્ઞાન કરે છે તે જ પોતાના શુદ્ધાત્મામાં રમણતા કરી પરમાત્મપદને પ્રાપ્ત કરે છે.
૧.
આ જ આરાધ્ય-આરાધક ભાવની વ્યવસ્થાનું સ્વરૂપ છે. ૩૧. તે જ બતાવીને કહે છે :
શ્લોક ૩૨
અન્વયાર્થ : (માં) મને-મારા આત્માને (વિષયમ્સ: ) પંચેન્દ્રિયોના વિષયોથી (પ્રઘ્યાવ્ય ) હઠાવીને (મા ત્ત્વ) મારા જ વર્ડ-પોતાના જ આત્મા વડે (અર્દ) હું (મયિ સ્થિત) મારામાં સ્થિત (પરમાનંવનિવૃત્તમ્) પરમ આનંદથી નિવૃત્ત ( રચાયેલા ) ( વોધાત્માનં ) જ્ઞાનસ્વરૂપ આત્માને (પ્રપન્નોઽસ્મિ) પ્રાપ્ત થયો છું.
જે જાણતો અદ્વૈતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે.(૮૦)
(જુઓ : ટીકા-શ્રી પ્રવચનસાર, ગુ. આવૃત્તિ-ગા. ૮૦ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com