________________
[ ૫૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[૫૯ कुतः पुनर्मनसो विक्षेपो भवति कुतश्चाविक्षेप इत्याह
अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः ।
तदेव ज्ञानसंस्कारैः स्वतस्तत्त्वेऽवतिष्ठते ।।३७।। નિજરૂપ નથી. માટે અવિક્ષિત મન આત્મ-તત્ત્વ હોવાથી પ્રગટ કરવા યોગ્ય છે અને વિક્ષિત મન આત્મ-તત્ત્વ નહિ હોવાથી હેય છે–ત્યાગવા યોગ્ય છે.
જ્યારે જ્ઞાનસ્વરૂપ ભાવ મન રાગાદિ વિભાવ ભાવોથી છૂટી આત્માને, શરીરાદિ બાહ્ય પદાર્થોથી ભિન્ન, ચૈતન્યમય, એક ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવરૂપ અનુભવ કરવા લાગે છે તથા તેમાં તન્મય થઈ જાય છે ત્યારે તે અવિક્ષિત અર્થાત્ નિર્વિકલ્પ ભાવ મનને “આત્મ-તત્ત્વકહે છે, પરંતુ જ્યારે તેમાં વિકલ્પો ઊઠવા લાગે ત્યારે તે વિક્ષિત અર્થાત્ સવિકલ્પ મનને આત્માનું તત્ત્વ કહેતા નથી. તે આસ્રવ છે. માટે આત્માર્થીએ સ્વસમ્મુખ થઈને નિર્વિકલ્પ મનને જઅવિક્ષિત મનને જ ધારણ કરવું જોઈએ. તેનાથી જ આત્મ-લાભ છે.
વિશેષ પ્રથમ સ્વ-પરનું ભેદજ્ઞાન કરી પર પદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ટપણાની કલ્પનાનો ત્યાગ કરવો, રાગ-દ્વેષાદિનાં કારણો તરફ ઉપેક્ષા-બુદ્ધિ કરવી અને ભાવશ્રુતજ્ઞાનને અંતર્મુખ કરવું. આથી પર પદાર્થો સંબંધીના સંકલ્પ-વિકલ્પો બધા શમી જશે, મન અવિક્ષિત બનશે અને આત્મસ્વરૂપમાં સ્થિર થશે. આવા અવિક્ષિમ ભાવ મનને જ પ્રગટ કરવા આચાર્ય ઉપદેશ આપ્યો છે, કારણ કે તે આત્મ-તત્ત્વ છે અને તે મોક્ષનું કારણ છે.
જે જ્ઞાનનો ઉપયોગ રાગાદિ વિકારોમાં તથા પર પદાર્થોમાં રોકાય છે તે જ્ઞાન નથી, પણ જે જ્ઞાન જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત થાય છે તે જ વાસ્તવિક જ્ઞાન છે-આત્મતત્ત્વ છે, માટે તે ઉપાદેય છે.
જે ઉપયોગ પરમાં જ અટકેલો રહેવાથી આત્મ-સન્મુખ વળતો નથી, તે પરના વલણવાળું તત્ત્વ છે, આત્માના વલણવાળું તત્ત્વ નથી, તેનાથી સંસાર છે, માટે તે હય છે. ૩૬.
વળી ક્યા કારણથી મનનો વિક્ષેપ થાય છે અને ક્યા કારણે તેનો અવિક્ષેપ થાય છે તે કહે છે :
શ્લોક ૩૭ અન્વયાર્થ : (વિદ્યાભ્યાસસંwારે:) અવિધાના અભ્યાસથી ઉત્પન્ન થયેલા સંસ્કારો દ્વારા (મ.) મન (નવ) અવશપણે–સ્વાધીન નહિ રહેવાથી (fક્ષણ) વિક્ષિપ્ત થાય છે. (તત વ) તે જ મન (જ્ઞાનતંwારે.) ભેદજ્ઞાનના સંસ્કારોદ્વારા (સ્વત:) સ્વત: (તત્ત્વ) આત્મસ્વરૂપમાં (ગવતિgતે) સ્થિર થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com