________________
[૪૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર તે ડરે છે (તત: કન્ય ) તેનાથી બીજું કાંઈ (ાત્મનઃ) આત્માને (31મયથાનું ન ) નિર્ભયતાનું સ્થાન નથી.
ટીકા : મૂઢાત્મા એટલે બહિરાત્મા જ્યાં એટલે શરીર-પુત્ર-ભાર્યાદિમાં વિશ્વાસ કરે છેઅવંચક અભિપ્રાયથી (તેઓ મને ઠગશે નહિ એવા અભિપ્રાયથી ) વિશ્વાસ પામે છે-“તે મારાં છે અને હું તેમનો છું' એવી અભેદબુદ્ધિ કરે છે એવો અર્થ છે. તેનાથી બીજું કોઈ ભયનું સ્થાન નથી–તેનાથી એટલે શરીરાદિથી બીજું ભયનું સ્થાન–અર્થાત્ સંસારદુઃખના ત્રાસનું સ્થાન નથી.
જેનાથી ભય પામે છે-જેનાથી એટલે પરમાત્મસ્વરૂપના સંવેદનથી ભય પામે છેત્રાસે છે, તેનાથી બીજું કોઈ અભયસ્થાન નથી-તેનાથી એટલે સ્વસંવેદનથી બીજું અભયનું-સંસારદુઃખના ત્રાસના અભાવનું સ્થાન નથી. તેનાથી બીજું સુખનું સ્થાન નથી-એવો અર્થ છે.
ભાવાર્થ : શરીર-પુત્રાદિ જે ભયનું સ્થાન છે-દુઃખનું કારણ છે તેમાં બહિરાત્મા આત્મબુદ્ધિ કરી વિશ્વાસ કરે છે અને પરમાત્મસ્વરૂપ જે નિર્ભય સ્થાન છે, પરમશરણારૂપ છે અને સુખનું કારણ છે, તેના સંવેદનને કષ્ટરૂપ માની ડરે છે.
અજ્ઞાની બાહ્ય શરીરાદિમાં સુખ માની તેમાં નિઃશંકપણે પ્રવર્તે છે, પણ વાસ્તવમાં તેઓ મૃગજળ સમાન છે. તેમાં કાંઈ સુખ નથી; તે કોઈનું શરણ નથી કે કોઈનું વિશ્વાસનું-અભયનું સ્થાન નથી. એક શુદ્ધાત્મસ્વરૂપ જ અભયરૂપ છે, તે જ શરણનું સ્થાન છે અને તે જ જગતના જીવોને ભવ-ભયમાંથી રક્ષા કરનાર પરમ તત્ત્વ છે.
વિશેષ જેમ પિત્ત-જ્વરવાળા રોગીને મીઠૂં દૂધ પણ કડવું લાગે છે, તેમ બહિરાત્માને પરમ સુખદાયી પરમાત્મસ્વરૂપની ભાવના પણ કષ્ટદાયી લાગે છે, તેથી તે આત્મસ્વરૂપની ભાવનાને ભાવતો નથી પણ વિષય-કષાયની જ ભાવના ભાવે છે. વળી, “રાગાદિ પ્રગટ એ દુ:ખ દૈન, તિનહીકો સેવત ગિનત ચૈન;
(૨/૫). આત્મહિત-હેતુ વિરાગ જ્ઞાન, તે લગૈ આપકું કષ્ટદાન.” (૨/૬). રાગાદિ વિષય-કષાયો આત્માને અહિતરૂપ છે-દુ:ખદાયક છે, છતાં અજ્ઞાની તેમાં હિત માની-સુખ માની-પ્રવર્તે છે અને જ્ઞાન-વૈરાગ્ય જે આત્માને હિતકર છે તેને અહિતરૂપ-કષ્ટરૂપ માને છે. વળી અજ્ઞાની જીવને ઉદ્દેશીને શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે કે- “અરે જીવ!
અનંત સુખ નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સુખ, પ્રેમ ત્યાં વિચિત્રતા !
૧.
જુઓ : શ્રી દૌલતરામજીકૃત છઢાલા” ૨/૫; ૨/૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com