________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
[ ૪૭ तद्भवनायाः फलं दर्शयन्नाह
सोऽहमित्यात्तसंस्कारस्तस्मिन् भावनया पुनः ।
तत्रैव दृढ़संस्काराल्लभते ह्यात्मनि स्थितिम् ।। २८ ।। टीका- योऽनन्तज्ञानाद्यात्मकः प्रसिद्धः परमात्मा सोऽहमित्येवमात्तसंस्कारः आत्तो गृहीतः संस्कारो वासना येन। कया कस्मिन् ? भावनया तस्मिन् परमात्मनि भावनया सोऽहमित्यभेदाभ्यासेन। पुनरित्यन्तर्गर्भितवीप्सार्थः। पुनः पुनस्तस्मिन् भावनया। तत्रैव परमात्मन्येव दृढ़संस्कारात् अविचलभावनावशात्। लभते प्राप्नोति ध्याता। हि स्फुटम्। आत्मनि स्थितिं आत्मन्यचलतां अनंतज्ञानादिचतुष्टयरूपतां वा।।२८।।
ટીકા : એવી રીતે એટલે ઉક્ત પ્રકારે અંતરાત્મામાં વ્યવસ્થિત થઈને અને બહિરાત્માનો ત્યાગ કરીને પરમાત્માની ભાવના કરવી, કેવા થઈને? સર્વ સંકલ્પોથી રહિત થઈનેવિકલ્પજાલરહિત થઈને અર્થાત્ સર્વ સંકલ્પોથી મુક્ત થઈને (પરમાત્માની ભાવના કરવી). (૨૭).
ભાવાર્થ : પ્રથમ જીવ બહિરાત્મપણાને છોડી આત્મસ્વરૂપની સન્મુખ થતાં અંતરાત્મા થાય છે. ત્યારબાદ ક્રમે ક્રમે પુરુષાર્થ વધારી સર્વ વિકલ્પોથી રહિત થઈ જ્ઞાનાનંદસ્વરૂપ પરમાત્માની આરાધના કરે છે, અર્થાત્ તેમાં લીન થઈ તદ્રુપ બનવાની ભાવના ભાવે છે. એ પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય છે. ર૭. તે ભાવનાનું ફળ દર્શાવતાં કહે છે :
શ્લોક ૨૮ અન્વયાર્થ : (તસ્મિન ) તેમાં પરમાત્મપદમાં (ભાવનયા) ભાવના કરતા રહેવાથી (સ: ) તે-અનંતજ્ઞાનસ્વરૂપ પરમાત્મા–“હું છું” (રૂતિ) એવા (મીત્તરસંક્કાર:) સંસ્કાર પામેલો તે-જ્ઞાની-પુરુષ-(પુન:) વારંવાર (તત્ર વ ) તેમાં જ-આત્મ-સ્વરૂપમાં જ (દઢ સં®IRIટૂ ) દઢ સંસ્કારને લીધે (હિ) નિશ્ચયથી (બાત્મનિ) આત્મામાં (રિચતિં નમતે) સ્થિરતા પ્રાપ્ત કરે છે.
ટીકા : જે અનંતજ્ઞાનાદિસ્વરૂપ પ્રસિદ્ધ પરમાત્મા છે તે “હું છું' એવો સંસ્કાર પામી અર્થાત્ એવો સંસ્કાર એટલે વાસના ગ્રહીને, શા વડે? શામાં? તેની ભાવના વડે અર્થાત્ પરમાત્માની ભાવના વડે તે “હું છું' એવા અભેદ અભ્યાસ વડે, તેની વારંવાર ભાવનાથી તેના જ એટલે પરમાત્માના જ દઢ સંસ્કારને લીધે અવિચલ ભાવનાને લીધે ધ્યાતા ખરેખર આત્મામાં સ્થિતિ પામે છે–પ્રાપ્ત કરે છે અર્થાત્ આત્મામાં અચલતા વા અનંતજ્ઞાનાદિચતુષ્ટયરૂપતા પ્રાપ્ત કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com