________________
[૪૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર यदि त्वमन्यस्य कस्यचिन्न शत्रुर्मित्रं वा तथापि तवान्यः कश्चिद्भविष्यतीत्याशंक्याह
मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः ।
मां प्रपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः ।। २६ ।। टीका- आत्मस्वरूपे प्रतिपन्नेवाऽयंलोको मयि शत्रुमित्रभावं प्रतिपद्यते ? न तावद प्रतिपन्ने। यतः मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः। अप्रतिपन्ने हि वस्तुस्वरूपे रागाद्युत्पत्तावतिप्रसङ्गः। नापि प्रतिपन्ने यतः मां प्रपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः। आत्मस्वरूपप्रतीतौ रागादिकप्रक्षयात् कथं क्व चिदपि शत्रुमित्रभावः स्यात्।। २६ ।।
જ્યારે આત્મા પ્રબુદ્ધ થઈ યથાર્થ વસ્તુસ્થિતિનો અનુભવ કરે છે, ત્યારે તેની રાગ-દ્વેષરૂપ ઇષ્ટ-અનિષ્ટની કલ્પના મટી જાય છે અને બાહ્ય સામગ્રીના બાધક-સાધક મનાતા જીવો પ્રત્યે તેને ઉપેક્ષાબુદ્ધિ રહે છે, તેથી તે ન કોઈને શત્રુ સમજે છે કે ન તો કોઈને મિત્ર માને છે. એ રીતે આત્મસ્વરૂપની ભાવનાના બળે તેના રાગ-દ્વેષાદિનો નાશ થતાં તેને કોઈ પ્રત્યે શત્રુમિત્રપણું રહેતું નથી.
વિશેષ જ્ઞાનભાવનારૂપે પરિણમેલો જ્ઞાની વિચારે છે કે :
“નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતારહિત છું, જ્ઞાન-દર્શનથી પૂર્ણ છું તે સ્વભાવમાં રહેતો, તેમાં તે ચૈતન્ય-અનુભવમાં લીન થતો હું આ ક્રોધાદિક સર્વ આગ્નવોને ક્ષય પમાડું છું.”
સારાંશ એ કે જ્યારે જ્ઞાની પોતાના આત્મસ્વરૂપને યથાર્થપણે જાણી તેમાં લીન થાય છે, ત્યારે તેના આસ્રવ-ભાવો રાગદ્વેષાદિ વિકારો સ્વયં ઉત્પન્ન થતા નથી. આવી સ્થિતિમાં તેને કોઈ શત્રુ-મિત્ર ભાસતો નથી; તેને સર્વ પ્રત્યે સમભાવ પ્રગટે છે. ૨૫.
ભલે તું બીજા કોઈનો શત્રુ-મિત્ર ન હો, તો પણ બીજો કોઈ તો તારો શત્રુ-મિત્ર હશે ને? આવી આશંકા કરી તેનું સમાધાન કરે છે :
શ્લોક ૨૬ અન્વયાર્થ : (માં) મને-મારા આત્મસ્વરૂપને (પશ્યન) નહિ દેખતો (માં તો:) આ લોક-અજ્ઞાની પ્રાણિગણ (૧ મે શત્રુ:) મારો શત્રુ નથી (ન ચ પ્રિય:) અને મિત્ર નથી, તથા (માં) મને-મારા આત્મસ્વરૂપને (પ્રપશ્યન) યથાર્થપણે દેખતો (વયં તો વ:)
હું એક, શુદ્ધ, મમત્વહીન ડું, જ્ઞાન-દર્શનપૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીધ્ર આ સૌ ક્ષય કરું.
( શ્રી સમયસાર-ગુ. આવૃત્તિ, ગાથા-૭૩) Please inform us of any errors on rajesh@AtmaDharma.com