________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
येनात्मना त्वमनुभूयसे स कीदृश: इत्याह
-
यदभावे सुषुप्तोऽहं यद्भवे व्युत्थितः पुनः। अतीन्द्रियमनिर्देश्यं तत्स्वसंवेद्यमस्म्यहम् ।। २४ ।।
टीका- यस्य शुद्धस्य स्वसंवेद्यस्य रूपस्य । अभावे अनुपलम्भे । सुषुप्तो यथावत्पदार्थपरिज्ञानाभावलक्षणनिद्रया गाढाक्रान्तः । यद् भावे यस्य तत्स्वरूपस्य भावे उपलम्भे। पुनर्व्युत्थितः विशेषेणोत्थितो जागरितोऽहं यथावत्स्वरूपपरिच्छित्तिपरिणत इत्यर्थः। किं विशिष्टं तत्स्वरूपं ? अतीन्द्रियं इन्द्रियैरजन्यमग्राह्यं च । अनिर्देश्यं शब्दविकल्पागोचरत्वादिदंतयाऽनिदन्तया वा निर्देष्टुमशक्यम्। तदेवंविधं स्वरूपं कुतः सिद्धमित्याह-तत्स्वसंवेद्यं तदुक्तप्रकारंस्वरूपं स्वसंवेद्य स्वसंवेदनग्राह्यं अहमस्मीति ।। २४।।
જે આત્માથી તું અનુભવમાં આવે છે તે કેવો છે તે કહે છે :શ્લોક ૨૪
[૪૩
અન્વયાર્થ : (યત્ અમાવે) જેના-શુદ્ધાત્મસ્વરૂપના-અભાવે (અન્ન) હું ( સુષુપ્ત: ) સૂતો પડી રહ્યો હતો-અજ્ઞાન અવસ્થામાં હતો, (પુન:) વળી (યત્ ભાવે) જેના-શુદ્ધાત્મસ્વરૂપનાસદ્ભાવમાં હું ( વ્યુસ્થિત:) જાગી ગયો-યથાવત્ વસ્તુસ્વરૂપને જાણવા લાગ્યો, (તત્) તેશુદ્ધાત્મસ્વરૂપ (અતીન્દ્રિયમ્) ઇન્દ્રિયોદ્વારા અગ્રાહ્ય (અનિર્દેશ્યમ્) વચનોથી અગોચર (વચનોથી ન કહી શકાય તેવું) અને (સ્વસંવેદ્યમ્) સ્વાનુભવગમ્ય છે; તે (અન્ન અશ્મિ) હું છું.
ટીકા : જે શુદ્ધ સ્વસંવેધ રૂપના અભાવે એટલે તેની અનુપલબ્ધિમાં-અપ્રાપ્તિમાં હું સૂતો હતો-અર્થાત્ યથાવત્ પદાર્થ-પરિજ્ઞાનનો અભાવ જેનું લક્ષણ છે એવી નિદ્રામાં હું ગાઢ ઘેરાયેલો હતો (લપેટાએલો હતો) અને જેના સદ્દભાવમાં અર્થાત્ જેના તસ્વરૂપના સદ્ભાવમાં-પ્રાપ્તિમાં (જે સ્વરૂપનો અનુભવ થતાં) હું જાગ્યો-વિશેષપણે જાગૃત થયો, અર્થાત્ યથાવત્ સ્વરૂપના પરિજ્ઞાનસ્વરૂપે હું પરિણમ્યો–એવો અર્થ છે.
તસ્વરૂપ કેવા પ્રકારનું છે? તે અતીન્દ્રિય છે અર્થાત્ ઇન્દ્રિયજન્ય નથી, ઇન્દ્રિયગ્રાહ્ય નથી અને વચન-અગોચર અર્થાત્ શબ્દ-વિકલ્પોથી અગોચર હોવાથી (શબ્દોદ્વારા કહેવામાં નહિ આવતું હોવાથી ) આ કે તે સ્વરૂપાદિરૂપે કહી શકાય તેવું નથી. તો એવા પ્રકારનું સ્વરૂપ કયાંથી સિદ્ધ થાય તે કહે છે–“ તે સ્વસંવેધ સ્વરૂપ અર્થાત્ તે ઉક્ત પ્રકારનું સ્વસંવેદનથી ગ્રાહ્ય સ્વરૂપ તે હું છું.
ભાવાર્થ : જે શુદ્ધાત્મસ્વરૂપ અતીન્દ્રિય, વચન-અગોચર અને સ્વાનુભવગમ્ય છે તે હું છું-એવું જ્યાંસુધી જીવને જ્ઞાન ન હતું ત્યાં સુધી તે અજ્ઞાન-નિદ્રામાં સૂતો હતો, પરંતુ જ્યારે તેને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com