________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
[ ૩૯ इत्थंभूतात्मपरिज्ञानात्पूर्वं कीदृशं मम चेष्टितमित्याह -
उत्पन्नपुरुषभ्रान्तेः स्थाणौ यद्वद्विचेष्टितम् ।
तद्वन्मे चेष्टितं पूर्वं देहादिष्वात्मविभ्रमात् ।।२१।। टीका- उत्पन्नपुरुषभ्रान्ते: पुरुषोऽयमित्युत्पन्ना भ्रान्तिर्यस्य प्रतिपत्तुस्तस्य। स्थाणौ स्थाणुविषये। यद्वद्यत्प्रकारेण। विचेष्टितंविविधमुपकारापकारादिरूपं चेष्टितं विपरीतं वा चेष्टितं। तद्वत् तत्प्रकारेण। मे चेष्टितं। क्व ? देहादिषु। कस्मात् ? आत्मविभ्रमात् आत्मविपर्यासात्। कदा ? पूर्वम् उक्तप्रकारात्मस्वरूप-परिज्ञानात् प्राक् ।।२१।।
એ રીતે વાસ્તવમાં આત્માને પરદ્રવ્યનાં તથા રાગાદિનાં ગ્રહણ-ત્યાગ નથી; તે સર્વજ્ઞ છે અને માત્ર સ્વાનુભવ-ગોચર છે. ૨૦.
આવા આત્મ-પરિજ્ઞાનની પૂર્વે મારી ચેષ્ટા કેવી હતી તે કહે છે :
શ્લોક ૨૧ અન્વયાર્થ: (થાળ ) ઝાડના ટૂંઠામાં (ઉત્પન્નપુરુષબ્રાન્ત.) જેને પુરુષની ભ્રાન્તિ ઉત્પન્ન થઈ તેવા મનુષ્યને (યહૂત) જેવી (વિદિત) વિપરીત યા વિવિધ ચેષ્ટા હોય છે (તત) તેવી (વેદાgિ ) શરીરાદિમાં (બાત્મવિશ્વમાં) આત્મ-વિભ્રમને લીધે (પૂર્વ) પહેલાં () મારી (વેદિતમ્) ચેષ્ટા હતી.
ટીકા : પુરુષની ભ્રાન્તિ જેને ઉત્પન્ન થઈ છે તેની અર્થાત્ “આ પુરુષ છે” એવી જેને બ્રાન્તિ ઉત્પન્ન થઈ છે તેની–એવું માનનારની-સ્થાણુમાં (ટૂંઠાના વિષયમાં) જે રીતે-જે પ્રકારે વિચેષ્ટા થાય છે-વિવિધ પ્રકારની ચેષ્ટા થાય છે–અર્થાત્ ઉપકાર-અપકારાદિરૂપ ચેષ્ટા વા વિપરીત ચેષ્ટા થાય છે–તે પ્રમાણે–તે પ્રકારે મેં ચેષ્ટા કરી. કોના વિષે? દેહાદિ વિષે. શા કારણથી ? આત્મવિભ્રમ-આત્મવિપર્યાસ-ના કારણે. કયારે ? પૂર્વે અર્થાત્ ઉક્ત પ્રકારના આત્મસ્વરૂપના પરિજ્ઞાન પૂર્વે.
ભાવાર્થ : અંતરાત્મા વિચારે છે કે, “જેવી રીતે કોઈ પુરુષ ભ્રમથી વૃક્ષના ટૂંઠાને પુરુષ સમજી તેનાથી પોતાને ઉપકાર-અપકારાદિની કલ્પના કરી સુખી-દુઃખી થાય છે, તેવી રીતે હું પણ મિથ્યાત્વાવસ્થામાં ભ્રમથી શરીરાદિને આત્મા સમજી તેનાથી પોતાને ઉપકાર-અપકારાદિની કલ્પના કરી સુખી-દુ:ખી થયો-એ મારી મૂર્ખાઈ ભરેલી ચેષ્ટા હતી. કોઈ ટૂંઠાને પુરુષ માને અને હું શરીરાદિને આત્મા માનું-એમ બંનેના વિભ્રમમાં અને ચેષ્ટામાં કાંઈ ફેર નથી.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com