________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮]
સમાધિતંત્ર ભાવાર્થ : શુદ્ધાત્મા એ અનુભવગમ્ય ચૈતન્ય દ્રવ્ય છે. તે નહિ ગ્રહણ કરવા યોગ્ય રાગદ્વિષાદિને ગ્રહણ કરતું નથી, અને ગ્રહણ કરેલા આત્મિક ગુણોને-અનંતજ્ઞાનાદિ ગુણોને-છોડતું નથી. તે સંપૂર્ણ પદાર્થોને સર્વથા-દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત-જાણે છે.
“જે નિજ ભાવને છોડતો નથી, કાંઈપણ પરભાવને ગ્રહતો નથી, સર્વને જાણે-દખે છે, તે હું છું-એમ જ્ઞાની ચિંતવે છે.
વિશેષ આત્મા પર દ્રવ્યને જરા પણ ગ્રહતો નથી તથા છોડતો નથી કારણ કે પર નિમિત્તના આશ્રયે થએલા-પ્રાયોગિક ગુણના સામર્થ્યથી તેમ જ સ્વાભાવિક-વૈઋસિક ગુણના સામર્થ્યથી આત્માવડ પર દ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે.
આત્માને પર દ્રવ્યનો ગ્રહણ-ત્યાગ કહેવો એ તો વ્યવહારનયનું કથનમાત્ર છે. નિશ્ચયનયે તો તે પર દ્રવ્યનો ગ્રહણ-ત્યાગ કરી શકતો જ નથી. જ્યારે જીવ આત્મસ્વરૂપમાં લીન થાય છે, ત્યારે રાગાદિ વિકારો સ્વયં છૂટી જાય છે, તેને છોડવા પડતા નથી. અને આત્મિક ગુણો સ્વયં પ્રગટ થાય છે.
વળી આત્મસ્વરૂપ સંપૂર્ણપણે પ્રગટ થાય ત્યારે આત્માના જ્ઞાનગુણની પર્યાય પણ કેવળજ્ઞાનરૂપે પ્રગટે છે. આ કેવળજ્ઞાનનો એવો અનંત મહિમા છે કે તે અનંત દ્રવ્યોના અનંત ગુણોને અને તેમની ત્રિકાલવર્તી વિકારી-અવિકારી અનંત પર્યાયોને સંપૂર્ણપણે એક જ સમયમાં સર્વથા પ્રત્યક્ષ જાણે છે.'
જ્ઞાન પર પદાર્થોને જાણે છે-એમ કહેવું તે પણ વ્યવહારનયનું કથન છે. વાસ્તવમાં તો આત્મા પોતાને જાણતાં સમસ્ત પર પદાર્થો જણાઈ જાય છે એવી જ્ઞાનની નિર્મળતા-સ્વચ્છતા છે.
વળી તે આત્મસ્વરૂપ સ્વસંવેધ છે અર્થાત્ પોતાના આત્માના જ અનુભવમાં આવે તેવું છે. ગુરુ, તેમની વાણી કે તીર્થકર ભગવાનની દિવ્ય-ધ્વનિ પણ તેનો અનુભવ કરાવી શકે તેમ નથી. જીવ અનુભવ કરે તો તે નિમિત્તમાત્ર કહેવાય. તે સ્વાનુભવ-ગોચર છે. આત્મા પોતે જ તેને ઓળખી, અનુભવ કરી શકે.
णियभावं णवि मुच्चइ परभावं णेव गेण्हए केइं। जाणदि पस्सदि सव्वं सोहं इदि चिंत्तए णाणी।। ९७।।
(શ્રી સમયસાર, - ગાથા ૯૭) ૨. જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે,
એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈઋસિક છે. (શ્રી સમયસાર ગુ. આવૃત્તિ-ગાથા ૪૦૬)
જુઓ : શ્રી પ્રવચનસાર ગાથા-૩ર અને શ્રી સમયસાર કલશ-૨૩૬ ૩. જુઓ : શ્રી પ્રવચનસાર ગાથા-૩૭, ૩૮, ૩૯,૪૧, ૪૭,૪૮,૪૯, ૫૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com