________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[ ૩૭ तदेव विकल्पातीतं स्वरूपं निरूपयन्नाह -
यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुंचति ।
जानाति सर्वथा सर्वं तत्स्संवेद्यमस्म्यहम् ।।२०।। टीका- यत् शुद्धात्मस्वरूपं । अग्राह्यं कर्मोदयनिमित्तं क्रोधादिस्वरूपं। न गृह्णाति आत्मस्वरूपतया न स्वीकरोति। गृहीतमनन्तज्ञानादिस्वरूपं। नैव मुञ्चति कदाचिन्न परित्यजति। तेन च स्वरूपेण सहितं शुद्धात्मस्वरूपं किं करोति? जानाति। किं विशिष्टं तत् ? सर्वं चेतनमचेतनं वा वस्तु। कथं जानाति? सर्वथा द्रव्यपर्यायादिसर्वप्रकारेण। तदित्थम्भूतं स्वरूपं स्वसंवेद्यं स्वसंवेदनग्राह्यम् अहमात्मा अस्मि भवामि ।।२०।।
(૨) પ્રસ્તુત શ્લોકમાં જે ઉન્મત્તતા દર્શાવી છે તે અંતરાત્માની ચારિત્ર અપેક્ષાએ છે, શ્રદ્ધા અપેક્ષાએ નથી; કેમકે જ્ઞાનીને પણ અસ્થિરતાના કારણે તેવા વિકલ્પો ઊઠે છે, પણ અભિપ્રાયમાં તેને તેનો આદર નથી. જ્યાં સુધી વિકલ્પ ઊઠે ત્યાં સુધી નિર્વિકલ્પ થઈ શકાતું નથી. તેથી આચાર્ય વિકલ્પ તોડીને આત્મસ્વરૂપમાં લીન થવા માટે નિર્દેશ કર્યો છે, અને અંતરાત્માની ભૂમિકાના વિકલ્પોને ચારિત્ર અપેક્ષાએ ઉન્મત્તપણું કહ્યું છે. ૧૯. તે જ વિકલ્પાતીત (નિર્વિકલ્પ) સ્વરૂપનું નિરૂપણ કરતાં કહે છે :
શ્લોક ૨૦% અન્વયાર્થ : (ય) જે એટલે શુદ્ધ આત્મસ્વરૂપ (ગાં ) અગ્રાહ્યને અર્થાત ક્રોધાદિસ્વરૂપને (ન મૃણાતિ) ગ્રહણ કરતું નથી અને (ગૃહીત પિ) ગ્રહણ કરેલાને અર્થાત અનંતજ્ઞાનાદિ ગુણોને (મુગ્ધતિ) છોડતું નથી તથા (સર્વ) સંપૂર્ણ પદાર્થોને (સર્વથા) સર્વ પ્રકારે એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે (નાનાતિ) જાણે છે, ( તત્ સ્વસંવેદ્ય) તે પોતાના અનુભવમાં આવવા યોગ્ય ચૈતન્ય દ્રવ્ય (ગ૬ મમ્મિ ) હું છું.
ટીકા : જે એટલે શુદ્ધાત્મસ્વરૂપ છે, તે અગ્રાહ્યને અર્થાત્ કર્મોદય નિમિત્તે (થએલા) ક્રોધાદિરૂપને ગ્રહતું નથી એટલે તેને આત્મસ્વરૂપપણે સ્વીકારતું નથી અને ગ્રહણ કરેલા અનંતજ્ઞાનાદિ સ્વરૂપને છોડતું જ નથી એટલે ક્યારેય પણ તેનો પરિત્યાગ કરતું નથી. આવા સ્વરૂપવાળું શુદ્ધાત્મસ્વરૂપ શું કરે છે? જાણે છે. શું જાણે છે? સર્વ ચેતન યા અચેતન વસ્તુને (જાણે છે ). કેવી રીતે જાણે છે? તે સર્વથા અર્થાત્ દ્રવ્ય-પર્યાયાદિ સર્વ પ્રકારે (જાણે છે). તેથી આવું સ્વસંવેદ્ય સ્વરૂપ એટલે સ્વસંવેદનથી ગ્રાહ્ય સ્વરૂપ તે હું-આત્મા છું.
* जो णिय भाउ ण परिहरइ जो पर-भाउ ण लेइ । નાડુ સયg fa foળુ પર સો સિવ સંતુ હવેડું ના ૨૮ા(પરમાત્મપ્રકાશ-અ. ૧/૧૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com