________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦].
સમાધિતંત્ર साम्प्रतं तु तत्परिज्ञाने सति कीदृशं मे चेष्टितमित्याह -
यथाऽसौ चेष्टते स्थाणौ निवृत्ते पुरुषाग्रहे ।
तथाचेष्टोऽस्मि देहादौ विनिवृत्तात्मविभ्रमः ।। २२।। टीका- असौ उत्पन्नपुरुषभ्रान्तिः पुरुषाग्रहे पुरुषाभिनिवेशे निवृत्ते विनष्टे सति यथा येन पुरुषाभिनिवेशजनितोपकारापकाराद्युद्यमपरित्यागप्रकारेण। चेष्टते प्रवर्तते। तथाचेष्टोऽस्मि तथा तदुद्यमपरित्यागप्रकारेण चेष्टा यस्यासौ तथाचेष्टोऽस्मि भवाम्यहम्। क्व ? देहादौ। किं विशिष्ट: ? विनिवृत्तात्मविभ्रमः विशेषेण निवृत्त आत्मविभ्रमो यस्य। क्व ? देहादौ।। २२।।
વિશેષ “જેમ એક નારીએ કાષ્ટની પૂતળી બનાવીને તેને અલંકાર-વસ્ત્ર પહેરાવીને પોતાના મહેલમાં પથારીમાં સુવાડી રાખી અને લૂગડાંથી ઢાંકી દીધી. ત્યાં, તે નારીનો પતિ આવ્યો. તેણે એમ જાણ્યું કે મારી નારી શયન કરે છે. તે તેને હલાવે, પવન નાખે, પરંતુ તે (પૂતળી) તો બોલે નહિ. આખી રાત બહુ સેવા કરી; પ્રભાત થયું ત્યારે તેણે જાણ્યું કે આ તો કાષ્ટની પૂતળી છે, ત્યારે તે પસ્તાયો કે મેં જૂઠી સેવા કરી. તેમ અનાદિથી આત્મા પર અચેતનની સેવા વૃથા કરે છે. જ્ઞાન થતાં તે જાણે છે કે આ જડ છે, ત્યારે તેનો સ્નેહ ત્યાગે છે અને સ્વરૂપાનંદી થઈ સુખ પામે છે.” ૨૧. વર્તમાનમાં તેનું (આત્માનું) પરિજ્ઞાન થતાં મારી કેવી ચેષ્ટા થઈ ગઈ તે કહે છે :
શ્લોક ૨૨ અન્વયાર્થ : (થા) વૃક્ષના ટૂંઠામાં (નિવૃત્તે પુરુષ પ્રદે) “આ પુરુષ છે” એવી ભ્રાન્તિ દૂર થતાં, (યથા) જેવી રીતે (સૌ) તે (–પૂર્વે ભ્રાન્તિવાળો મનુષ્ય) (વેખતે) ચેષ્ટા કરે છે અર્થાત્ તેનાથી ઉપકારાદિની કલ્પનાનો ત્યાગ કરે છે, (વેદાવી) શરીરાદિમાં (વિનિવૃત્તાત્મવિશ્વમ:) જેનો આત્મવિભ્રમ દૂર થયો છે તેવો હું (તથા વેદ: ગરિમ) તેવી રીતે ચેષ્ટા કરું છું.
ટીકા : ( ટૂંઠામાં) પુરુષાગ્રહ અર્થાત પુરુષાભિનિવેશ નિવૃત્ત થતાં-નાશ પામતાં, જેને (ટૂંઠામાં) પુરુષની ભ્રાન્તિ થઈ હતી તે (મનુષ્ય ). જેવી રીતે પુરુષાભિનિવેશજનિત ઉપકાર-અપકારાદિથી પ્રવૃત્તિનો પરિત્યાગ કરવારૂપ ચેષ્ટા કરે છે–પ્રવર્તે છે તેવી રીતે મેં ચેષ્ટા કરી છે-અર્થાત તે પ્રવૃત્તિના પરિત્યાગ અનુરૂપ જેને જેવી રીતે ચેષ્ટા થાય તેવી ચેષ્ટાવાળો હું બની ગયો છું.
૧.
“અનુભવ પ્રકાશક'- ગુ. બીજી આવૃત્તિ, પૃ. ૨૨-૨૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com