________________
[૩૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર અર્થવાચક વચન-પ્રવૃત્તિનો (ત્યવા) ત્યાગ કરીને (કન્ત:) અંતરંગ વચન-પ્રવૃત્તિને પણ (1શેષત:) સંપૂર્ણપણે (ત્યને) તજવી. (US:) આ (યો :) યોગ અર્થાત્ સમાધિ (સમસેન ) ટૂંકામાં (પરમાત્મન:) પરમાત્મસ્વરૂપનો (પ્રવીપ:) પ્રકાશક દીવો છે.
ટીકા : એવી રીતે અર્થાત્ આગળ કહેવામાં આવતા ન્યાયથી, બાહ્ય વચન-અર્થાત્ પુત્રસ્ત્રી-ધન-ધાન્યાદિરૂપ બાહ્યર્થ વાચક શબ્દોને, અશેષપણે એટલે સંપૂર્ણપણે તજીને, પછી અંતરંગ વચનને-અર્થાત્ હું પ્રતિપાદક (ગુરુ), હું પ્રતિપાદ્ય ( શિષ્ય), સુખી, દુઃખી, ચેતન, ઇત્યાદિરૂપ અંતર્જલ્પનો પૂર્ણપણે ત્યાગ કરવો. એ બહિર્શલ્પ-અંતર્જલ્પના ત્યાગ-સ્વરૂપ યોગ–અર્થાત્ સ્વરૂપમાં ચિત્તનિરોધલક્ષણ સમાધિ-પ્રદીપ અર્થાત્ સ્વરૂપ પ્રકાશક છે. કોનો? પરમાત્માનો. કેવી રીતે? સમાસથી એટલે સંક્ષેપથી શીધ્રપણે તે પરમાત્મસ્વરૂપનો પ્રકાશક છે એવો અર્થ છે.
ભાવાર્થ : બાહ્ય વચન-પ્રવૃત્તિના વિકલ્પો તેમ જ અંતરંગ વિકલ્પોનો સર્વથા ત્યાગ કરીને ચૈતન્યસ્વરૂપમાં એકાગ્ર થવું તે યોગ છે સમાધિ છે. આ યોગ જ પરમાત્માનો પ્રકાશક પ્રદીપ છે.
સ્ત્રી, પુત્ર, ધન, ધાન્યાદિ મારાં છે' એવો મિથ્યા પ્રલાપ તે બાહ્ય વચન-વ્યાપારબહિર્ષલ્પ છે અને “હું સુખી, હું દુઃખી, હું રંક, હું રાય, હું ગુરુ, હું શિષ્ય' ઇત્યાદિ અંત્તરંગ વચનપ્રવૃત્તિ તે અંતર્જલ્પ છે. તે બંને બહિરંગ અને અંતરંગ વચન-પ્રવૃત્તિને છોડી આત્મસ્વરૂપમાં એકાગ્રતા પ્રાપ્ત કરવી તે યોગ અથવા સમાધિ છે. આ યોગ જ પરમાત્મસ્વરૂપને પ્રકાશવા માટે દીપક સમાન છે.
આચાર્ય યોગને પ્રદીપ કહ્યો છે, કારણ કે જેમ દીવો નિશ્ચયથી પોતાના સ્વરૂપને પ્રકાશે છે, તે યોગ અંદર બિરાજેલા નિજ આત્માના સ્વરૂપને પ્રકાશે છે.
જે સમયે આત્મા આ બાહ્ય-અભ્યન્તર સંકલ્પ-વિકલ્પોનો પરિત્યાગ કરે છે તે સમયે તે ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી હુઠી નિજ સ્વરૂપમાં લીન થઈ જાય છે અને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ કરે છે.
વિશેષ “હું સિદ્ધ સમાન છું, હું કેવલજ્ઞાનમય છું, વગેરે”—એવા વિકલ્પો મનમાં કર્યા કરે અને ઉપયોગને શુદ્ધાત્મસ્વરૂપમાં ન જોડે તો તે કલ્પના-જાળ છે. તેમાં જ ફસાઈ રહે તો શુદ્ધ સ્વાત્માનો અનુભવ થાય નહિ, કારણ કે આવું અતંર્જલ્પન આત્માનુભવમાં બાધક છે. જ્યાં સુધી અંતર્જલ્પનરૂપ અંતરંગ પ્રવૃત્તિ છે, ત્યાં સુધી સવિકલ્પ દશા છે. અતીન્દ્રિય જ્ઞાન-સ્વરૂપમાં ઉપયોગને જોડવા માટે જ્ઞાની સવિકલ્પ દશાનો ત્યાગ કરે છે. નિર્વિકલ્પ દશામાં જ-સમાધિમાં જ શુદ્ધાત્માનો અનુભવ થાય છે. તેથી ગ્રન્થકારે અંતર્કલ્પરૂપ સવિકલ્પ દશાનો પણ પૂર્ણપણે ત્યાગ કરવાનું સૂચવ્યું છે.
અંતરંગમાં જે વચન-વ્યાપારવાળી અનેક પ્રકારની કલ્પના-જાળ છે તે આત્માને દુ:ખનું મૂલ કારણ છે. તેનો નાશ થતાં હિતકારી પરમ પદની પ્રાપ્તિ થાય છે.' ૧. જુઓ - પ્રસ્તુત ગ્રન્થનો શ્લોક ૮૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com